ગીર સોમનાથ જિલ્લામાં સીએનજી અને કલેકટર કચેરી ધ્વારા ઓનલાઇન બીન ખેતી પરવાનગીની ત્વરીત કાર્યવાહી 

0
31

બીન ખેતી પરવાનગીના અરજદારો માટે ઓનલાઇન સીસ્ટમ અમલી બનતા જટીલ પ્રક્રિયા બની સરળ

ગીર સોમનાથ : ગુજરાત સરકાર ધ્વારા લાભ પાચમથી બીન ખેતીની પરવાનગી માટેની અરજીઓ ઓનલાઇન સ્વીકારવાનો પારદર્શી નિર્ણય કરાયો હતો. જેના સંદર્ભે ગીર સોમનાથ જિલ્લા કલેકટર કચેરી ધ્વારા આ નિર્ણયની ત્વરીત અમલવારી કરી ત્રણ દિવસના ખુબજ ટૂંકા સમયમાં બીન ખેતી માટે ઓન લાઇન આવેલ પાંચ અરજદારોને બીન ખેતીની પરવાનગીનો ઓનલાઇન હુકમ જિલ્લા કલેકટર અજયપ્રકાશ ધ્વારા કરવામાં આવેલ છે.

કલેકટર કચેરી ધ્વારા શહેરી વિસ્તારમાં આવતી જમીન બીન ખેતી કરવાની કાર્યવાહી કરવામાં આવે છે.ઉના શહેરના શંભુભાઇ ઝાલાવડીયાએ તેમની જમીન બીન ખેતી કરાવવા ૧૨/૧૧/૧૮ ના રોજ ઓનલાઇન અરજી કરી હતી. આ અરજીનો ૧૩/૧૧/૧૮ ના રોજ સ્વીકાર કરી સૈધ્ધાતીક મંજુરી આપી તા. ૧૫ નવેમ્બરના રોજ  બીન ખેતીની પરવાનગીનો ઓનલાઇન હુકમ કરી દેવાયો હતો.  એજ રીત વેરાવળના અરજદાર પ્રદિપકુમાર સોનીએ તેમની જમીન બીન ખેતી કરાવવા ૧૬/૧૧/૧૮ ના રોજ ઓનલાઇન અરજી કરી હતી. આ અરજીનો ૧૭/૧૧/૧૮ ના રોજ સ્વીકાર કરી સૈધ્ધાતીક મંજુરી આપી તા. ૨૦ નવેમ્બરના રોજ  બીન ખેતીની પરવાનગીનો ઓનલાઇન હુકમ કરી દેવાયો હતો.આ બે અરજદારો સહિત કુલ પાંચ કેસ ત્વરીત મંજુર કરાયા હતા.

બીન ખેતીની પરવાનગી માટેની અરજીઓ ઓનલાઇન સ્વીકારવાનો પારદર્શી નિર્ણય થયા બાદ ટુંકા સમયમાં બીન ખેતીની પરવાનગી મળે છે, તેમ જણાવી શંભુભાઇ ઝાલાવડીયાએ કહયુ કે આ ટેકનોલોજીનો સદઉપયોગ છે. બીન ખેતી માટે સબંધિત કચેરીના ધકકામાંથી છુટકારો મળે છે અને સમયાનો ખુબ બચાવ થાય છે. પ્રદિપભાઇ સોનીએ કહયુ કે, સરકારે જટીલ પ્રક્રિયાનું સરળીકરણ કર્યુ છે, ઓનલાઇન  અરજી કરવાની  હોવાથી કોઇ અધિકારી કે કર્મચારીને પણ મળવાની જરૂરી નથી આથી આપો આપ ભ્રષ્ટાચાર દુર થશે.

ગીર સોમનાથ જિલ્લા કલેકટર એ લોકોને બીન ખેતી સહિત અન્ય સરકારી સેવાઓ જે ઓન લાઇન ઉપલબ્ધ છે તે માટે ઓનલાઇન અરજીઓ કરવા આગ્રહ કરી ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ કરવા અનુરોધ કર્યો છે.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY