અમદાવાદ,તા.૨૮
૧૩ર ફૂટ રિંગરોડ પર આવેલ જીએમડીસી ગ્રાઉન્ડ પાસે પુરઝડપે આવી રહેલો બાઈકચાલક અચાનક સાઈનબોર્ડ સાથે અથડાતાં ગંભીર અકસ્માત થયો હતો.
પ્રાપ્ત માહિતી અનુસાર જીએમડીસી ગ્રાઉન્ડ પાસે બીઆરટીએસની રેલિંગ પર કલરકામ ચાલી રહ્યું હતું ત્યાં સાઈનબોર્ડ કામના સ્થળની બિલકુલ નજીક મુકવામાં આવ્યું હતું, પરંતુ મોડી રાતે બાઈકચાલક યુવક પુરઝડપે આવી રહ્યો હતો તે દરમિયાન બાઈકચાલક યુવાનને સાઈનબોર્ડ અચાનક દેખાતાં બ્રેક મારતાં બાઈક સ્લિપ થતાં રેલિંગમાં ઘૂસી ગયો હતો અને યુવાનને માથાના ભાગે ગંભીર ઇજા થતાં હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો અને અકસ્માત એટલો ગંભીર હતો કે બાઈકચાલકનું આગળનું વ્હીલ તૂટી ગયું હતું. આ ઘટના બાદ લોકોનું ટોળું એકત્ર થતાં કલરકામ કરતા મજૂરો સ્થળ પરથી ગાયબ થઇ ગયા હતા. શહેરમાં રાતના સમયે જ રોડ, સ્ટ્રીટલાઈટ તેમજ કલરકામ કરવામાં આવતું હોય છે. કામ ચાલુ હોવાથી સાઈનબોર્ડ પણ મૂકવામાં આવે છે, પરંતુ રાતના સમયે વાહનચાલકો પુરઝડપે જતા હોય છે અને સાઈનબોર્ડ મૂક્યું હોવા છતાં બાઈકચાલકો અથડાતા હોય છે અને ગંભીર અકસ્માત સર્જાય છે.
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"






