રાજ્યમાં સ્વચ્છતા સર્વેક્ષણનું પ્રથમ ઈન્સ્પેકશન ચોથી ડિસેમ્બરે

0
7

ગાંધીનગર,તા.૨૮
સ્વચ્છતા સર્વેક્ષણ-૨૦૧૯ને લઈને કેન્દ્રની ટીમનું પ્રથમ ઈન્સ્પેકશન ચોથી ડિસેમ્બરે છે જેને લઈને રાજ્યના શહેરો અને નગરોને રાતોરાત સ્વચ્છ કરવાની હોડ લાગી છે અધિકારીઓ દ્વારા કચરા ઉપાડવાથી લઈને કચરાના નિકાલને લઈને રીતસર ઉધામો ચડયો છે. ૨૦૧૭માં ૪૩૪ શહેરો વચ્ચે હરિફાઈ હતી જે ૨૦૧૮માં ૬૧ કોન્ટેમેન્ટ બોર્ડ અને ૪૨૦૩ શહેર વચ્ચે હરિફાઈ હતી આ વખતે ૫૦૦૦થી વધુ શહેરો વચ્ચે આ હરિફાઈ યોજાનારી છે. સમગ્ર ભારતમાં કેન્દ્રની ૭૦ ટીમો આ માટે દેશને ખુંદશે.
આ સ્વચ્છ ભારત અભિયાનમાં સ્વચ્છતાનું રેન્કિષ્ગ મેળવવા માટે અધિકારીઓએ રાત ઉજાગરા શરૂ કર્યા છે. ગલી મોહલા, જાહેર સ્થળો, વાણિજ્ય વિસ્તાર, ખાણી-પીણી બજાર તેમજ ધામિર્ક સ્થળોને પણ આવરીલેવામાં આવ્યા છે. આ માટેની ડેડલાઈન ત્રીજી ડિસેમ્બર આપવામાં આવી છે. એટલે અધિકારીઓ દ્વારા શહેરોને સ્વચ્છ બનાવવા જનતા વચ્ચે દૌડ લગાવી છે.
જાહેર સ્થળો પર અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા સૂકા-ભીના કચરાનું વગૠકરણની સમજ આપવા તેમજ ડોર-ટુ-ડોર કચરો એકત્ર કરતી વખતે સૂકો-ભીનો કચરો અલગ રાખવા જેવી બાબતોને મહત્વ સમજાવવામાં આવી રહ્યું છે. મોલ, શોપિંગ સેન્ટર, મલ્ટીપ્લેક્ષ, ધામિર્ક સ્થળો પર ગલી, મહોલા, શેરીઓમાં જનસમૂહને સૂકા-ભીના કચરાને અલગ તારવવાની સમજ આપવામાં આવી રહી છે. આ માટે રાજ્યના મહાનગરોમાં વિશેષ ડ્રાઈવ ચલાવવામાં આવે છે. જા સૂકો-ભીનો કચરો ભેગો આપવામાં આવશે તો તા.૩ ડિસેમ્બરથી આ કચરો ઉપાડવામાં નહી આવે તેવી સ્પષ્ટ ચેતવણી પણ આપવામાં આવી છે.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923 
PRESS card આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY