મુંબઈમાં સ્ટેજ પર ડાન્સ કરતાં-કરતા જ ૧૨ વર્ષની છોકરીનું મોત

0
28

મુંબઈ,તા.૨૮
મહારાષ્ટ્રના પાટનગર મુંબઈના કાંદીવલી વિસ્તારમાં આયોજિત એક ડાન્સ કોમ્પિટિશનમાં પરફોર્મન્સ કરી રહેલી એક છોકરીનું સ્ટેજ ઉપર જ મોત થઈ ગયું. ૧૨ વર્ષની આ છોકરી સ્ટેજ પર ડાન્સ કરી રહી હતી ત્યારે જ કાળનો કોળિયો બની ગઈ. આ કાર્યક્રમનું આયોજન ભારતીય જનતા પાર્ટી તરફથી કરવામાં આવ્યું હતું. આ ઘટનાનો વીડિયો સામે આવ્યો છે. જેમાં જાવા મળી રહ્યું છે કે બાળકી ડાન્સ કરવાની શરૂઆત કરે છે અને થોડી સેકન્ડમાં જ સ્ટેજ પર પડી જાય છે. પહેલા તો લોકોને એમ લાગે છે કે આ કોઈ ડાન્સ સ્ટેપ છે પરંતુ જ્યારે તે ઉઠતી નથી ત્યારે એક છોકરી તેની નજીક જાય છે અને તે તેને ઉઠાવવાની કોશિશ કરે છે. પરંતુ છોકરી ઉઠતી નથી.
પોલીસના જણાવ્યાં મુજબ કાંદીવલી પશ્ચિમના લાલજી પાડામાં ગત ૨૩ નવેમ્બરથી ચાલી રહેલા ઝ્રસ્ ચષક નામના કાર્યક્રમમાં અલગ અલગ પ્રકારના ખેલનું આયોજન કરવામાં આવ્યું હતું. મંગળવારે સાંજે ડાન્સ કાર્યકર્મ ચાલી રહ્યો હતો. આ દરમિયાન ૧૨ વર્ષની એક છોકરી અનિશા શર્મા સ્ટેજ પર ડાન્સ કરી રહી હતી. અનિશાએ જેવો ડાન્સ કરવાનું શરૂ કર્યું કે અચાનક તે સ્ટેજ પર પડી ગઈ.
અફરાતફરીમાં તેને હોસ્પિટલ લઈ જવાઈ જ્યાં ડોક્ટરોએ ચેકઅપ બાદ તેને મૃત જાહેર કરી. પોલીસે જણાવ્યું કે અનિશા શર્મા કાંદીવલીની રહીશ હતી અને તે ૭માં ધોરણમાં ભણતી હતી. ભણવાની સાથે તેને ડાન્સનો પણ શોખ હતો. હાલ તેનો મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો છે. ત્યારબાદ જ જાણવા મળી શકશે કે તેનું મોત કયા કારણથી થયું. હાલ પોલીસે મામલો નોંધીને તપાસ હાથ ધરી છે.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923 
PRESS card આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY