શરદ પવારની મોટી જાહેરાત : લોકસભા ચૂંટણી નહિ લડે

0
1

મુંબઇ,તા.૧૧
રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી)ના પ્રમુખ અને ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન શરદ પવારે આ વખતે લોકસભાની ચૂંટણી ન લડવાનો નિર્ણય લીધો છે. આ જાહેરાત એમણે પત્રકારો સમક્ષ કરી છે. પવારને એમ કહેતા ટાંકિયા છે કે, ‘આ વખતે મારા પરિવારનાં બે સભ્યો ચૂંટણી લડી રહ્યા છે તેથી મને લાગ્યું છે કે ચૂંટણી ન લડવાનો મારા માટે આ ઉચિત સમય છે, કારણ કે હું ભૂતકાળમાં ૧૪ વખત ચૂંટણી લડી ચુકવ્યો છું.
પવારના પુત્રી સુપ્રિયા સુળે અને ભત્રિજા અજિત પવારના પુત્ર પાર્થ પવાર લોકસભાની ચૂંટણી લડવાનાં છે. અગાઉ એવા અહેવાલ હતા કે ૭૮ વર્ષીય પવાર મહારાષ્ટ્રના માઢા મતવિસ્તારમાંથી લોકસભાની ચૂંટણી લડશે. આગામી લોકસભા ચૂંટણી માટે પક્ષની વ્યૂહરચના ઘડવા માટે શરદ પવારે ગયા અઠવાડિયે એમની પાર્ટીના ટોચના નેતાઓ સાથે બેઠક યોજી હતી. એ બેઠક વખતે મહારાષ્ટ્રના નાગપુર અને એહમદનગર બેઠકો માટે પક્ષના સંભવિત ઉમેદવારો વિશે ચર્ચા પણ કરી હતી.
મહારાષ્ટ્રમાં લોકસભાની ૪૮ બેઠકો છે. એમાંની ૪૦ બેઠકો માટે કોંગ્રેસ અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી વચ્ચે ગઈ ૨૪ ડિસેંબરે સમજૂતી સધાઈ હતી. પરંતુ, પવારે ચૂંટણી લડવી કે નહીં એ ત્યારે સ્પષ્ટ કરાયું નહોતું.
પવાર ભૂતકાળમાં બે વાર મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન પદે રહી ચુકવ્યા છે. કેન્દ્ર સરકારમાં એ સંરક્ષણ અને કૃષિ પ્રધાન તરીકે સેવા બજાવી ચુકવ્યા છે.
પવાર મહારાષ્ટ્રના પુણે જિલ્લાના બારામતીના વતની છે. હાલ એ રાજ્યસભાના સદસ્ય છે. મહારાષ્ટ્રના તેમજ રાષ્ટ્રીય રાજકારણમાં પવાર ઘણી વગ ધરાવે છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY