ગોધરામાં બે વર્ષના પુત્રની હત્યા કર્યા બાદ પિતાએ કૂવામાં ઝંપલાવી કર્યો આપઘાત

0
32

ગોધરા,તા.૧૦
પંચમહાલમાં એક દુઃખદ ઘટના બની છે. પંચમહાલના ગોધરાના ગોલ્લાવ ગામે પિતાએ પુત્રની હત્યા કર્યા બાદપોતે ખેતરના કૂવામાં ઝંપલાવીને આત્મહત્યા કરી હતી. ઘટનાની જાણ થતાં જ લોકો તેના મૃતદેહને બહાર કાઢ્યો હતો. પ્રાથમિક જાણકારી પ્રમામે પત્નીના આડા સંબંધોના કારણે પતિ-પત્ની વચ્ચે ઝઘડો થયો હતો. જેના કારણે પત્ની પોતાના પિયર જતી રહી હતી. પત્નીના પિયરપક્ષવાળા લોકો પત્નીને લઇ જતાં આવેશમાં આવીને પતિએ આવા પ્રકારનું પગલું ભર્યું હોવાનું સુત્રો જણાવી રહયા છે. પોલીસને આ અંગે જાણ કરતા પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી. અનેઆગળની કાર્યવાહી હાથધરી હતી.
મળતી માહિતી પ્રમાણે પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાના ગોલ્લાવ ગામમાં પતિ પત્ની પોતાના બે વર્ષના પુત્ર સાથે રહેતા હતા. રવિવારે બપોરના સમયે પતિએ પોતાના બે વર્ષના પુત્રનું ગળુ દબાવીને હત્યા કરી દીધી હતી. ત્યારબાદ પોતે ઘર નજીક આવેલા ખેતરના કૂવામાં મોતની છલાંગ લગાવી હતી.
કૂવામાં ડુબી જતા પતિનું મોત નીપજ્યું હતું. આ ઘટનાની જાણ થતાં જ સ્થાનિક લોકોએ તેના મૃતદેહને બહાર કાઢ્યો હતો. અને પોલીસને જાણ કરી હતી. જેના પગલે પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી ગઇ હતી. આગળની તજવીજ હાથધરી હતી.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923 
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY