શિકાગો,તા.૧૦
અમેરિકાના શિકાગોમાં આયોજીત વિશ્વ હિન્દુ કાંગ્રેસને સંબોધિત કરતાં સમયે ઉપરાષ્ટ્રપતિ એમ વેંકૈયા નાયડુએ રવિવારના રોજ કહ્યું કે કેટલાંક લોકો હિન્દુ શબ્દને ‘અછૂત’ અને ‘અસહનીય’ બનાવાની કોશિષ કરી રહ્યાં છે. તેમણે હિન્દુ ધર્મના સાચા મૂલ્યોના સંરક્ષણની જરૂરિયાત પર જાર આપ્યું જેથી કરીને આવા વિચારો અને પ્રકૃતિને બદલી શકાય જે ‘ખોટી સૂચનાઓ’ પર આધારિત છે. શિકાગોમાં સ્વામી વિવેકાનંદના ૧૧ સપ્ટેમ્બર ૧૮૯૩ના રોજ આપવામાં આવેલા ચર્ચિત ભાષણને ૧૨૫ વર્ષ પૂરા થવા પર વિશ્વ હિન્દુ કાંગ્રેસનું આયોજન કરાયું છે.
બીજી વિશ્વ હિન્દુ કાંગ્રેસને સંબોધિત કરતાં ઉપરાષ્ટ્રપતિ નાયડુએ કહ્યું કે ભારત સાર્વભૌમિક સહનશીલતામાં વિશ્વાસ કરે છે અને તમામ ધર્મોને સાચા માને છે. હિન્દુ ધર્મની અગત્યની બાબતોને રેખાંકિત કરતાં તેમણે કહ્યું કે ‘શેર કરવું’ અને ‘ધ્યાન રાખવું’ હિન્દુ દર્શનના મૂળ તત્વ છે.
નાયડુએ અફસોસ વ્યકત કર્યો કે (હિન્દુ ધર્મ અંગે) ઘણી ખોટી માહિતીઓ ફેલાવી રહ્યાં છે. તેમણે કહ્યું કે કેટલાંક લોકો હિન્દુ શબ્દને અછૂત અને અસહનીય બનાવાની કોશિષ કરી રહ્યાં છે. તે દ્રષ્ટિથી વ્યક્તિને વિચારોને યોગ્ય પરિપ્રેક્ષ્યમાં જાઇ પ્રસ્તુત કરવા જાઇએ જેથી કરીને દુનિયાની સામે સૌથી પ્રામાણિક પરિપ્રેક્ષ્ય રજૂ થઇ શકે.
આની પહેલાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘચાલક મોહન ભાગવતે પણ શુક્રવારના રોજ વિશ્વ હિન્દુ કાંગ્રેસને સંબોધિત કરી હતી. પોતાના સંબોધનમાં ભાગવતે કહ્યું હતું કે હિન્દુ કોઇનો વિરોધ કરવા માટે જીવતા નથી, પરંતુ કેટલાંક લોકો એવા પણ હોઇ શકે કે જે હિન્દુઓનો વિરોધ કરે છે. સંઘ પ્રમુખે હિન્દુ સમુદાયને એકજૂથ થઇ માનવ કલ્યાણ માટે કામ કરવાની પણ અપીલ કરી હતી. પરંતુ તેમના વિશ્વ હિન્દુ કાંગ્રેસમાં આપવામાં આવેલા એક નિવેદનને લઇ દેશમાં ઘણા વિવાદ પણ થયા હતા.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




