દક્ષિણ ગુજરાતના તાપમાનમાં ૨ ડીગ્રીના ઘટાડા સાથે ઠંડી વધી

0
21

નવસારીમાં ૧૪, વલસાડમાં ૧૫ અને સુરતમાં ૨૦ ડીગ્રી તાપમાન
સુરત, તા.૧૫
સમગ્ર દક્ષિણ ગુજરાતમાં ગતરોજની સરખામણીએ આજે અધિકતમ તાપમાન અને લઘુત્તમ તાપમાનમાં ૨ ડીગ્રી સુધીનો ઘટાડો નોંધાયો છે. શહેરી વિસ્તારોમાં પણ રાત્રે અને મળસ્કે ફુલગુલાબી ઠંડીનો અનુભવ થઈ રહ્ના છે.
સુરત હવામાન વિભાગના સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ ગતરોજ શહેરનું અધિકતમ તાપમાન ૩૫ ડીગ્રી નોîધાયું હતું. જેમાં આજે નોંધપાત ઘટાડો થતા ૩૨.૭ ડીગ્રી નોંધાયું છે. ન્યુનતમ તાપમાન ૨૦.૨ ડીગ્રી અને હવામાં ભેજનું પ્રમાણ ૮૩ ટકા તેમજ હવાનું દબાણ ૧૦૧૪ મિલીબાર નોંધાયું છે. શહેરમાં સવારથી કલાકના ૩ કિલો મીટરની ઝડપે પવન ફુંકાઈ રહ્ના છે. પવનના લીધેï ભેજની ટકાવારી વધવાની સાથે દિવસ દરમ્યાન અધિકતમ તાપમાન ઘટતા રાત્રે અને મળસ્કે ઠંડીનો ચમકારો વધી રહ્ના છે.
નવસારી હવામાન વિભાગના સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ આજે અધિકતમ તાપમાન ૩૩ ડીગ્રી અને ન્યુનતમ તાપમાન ૧૪.૮ ડીગ્રી નોંધાયું છે. વલસાડ હવામાન વિભાગના સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ આજે અધિકતમ તાપમાન ૩૨ ડીગ્રી અને ન્યુનતમ તાપમાન ૧૫.૬ ડીગ્રી નોધાયું ચે. સમગ્ર દક્ષિણ ગુજરાતમાં રાત્રે અને મળસ્કે ઠંડીનો ચમકારો જામી રહ્ના હોવાથી આગામી દિવસોમાં ફુલગુલાબી ઠંડીનો અનુભવ વલસાડ અને નવસારી જિલ્લામાં થાય તેવી શક્યતા છે.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY