ગોંડલ,તા.૨૧
ગોંડલમાં સરકારી હોસ્પિટલ સામે નદીનાં ખાડામાં રહેતી યુવતી ગુમથયાં બાદ તેની કોઇ ભાળ ન મળતી હોવાથી આ યુવતીની હત્યા થઇ હોવાનું ચર્ચાઇ રહ્યું છે. ગુમ થનાર યુવતી વિવાદીત વ્યક્તિત્વ ધરાવતી હોવાની પણ ચર્ચા છે. ત્યારે તેના ગુમ થવા અંગે રહસ્ય ઘુંટાઇ રહ્યું છે. મળતી માહિતી પ્રમાણે સરકારી હોસ્પિટલ સામે નદીનાં ખાડામાં રહેતી યુવતી ગુમ થતાં તેનાં ભાઇ પરેશે ગત તા.૧૨નાં સીટી પોલીસમાં મિસિંગની અરજી કરી હતી. સીટી પોલીસને નદીનાં પુલ નિચે બાવળ પાસેથી આરતીનો મોબાઇલ મળી આવ્યો હતો.
સુત્રોના જણાવ્યા પ્રમાણે યુવતી જુગાર રમવાની શોખીન હોય તેની સાથે જુગાર રમતાં શખ્સોની પોલીસે શોધ ચલાવી હતી. પરંતુ આ શખ્સો પણ જાણે હવામાં ઓગળી ગયાં હોય તેમ મળી નથી રહ્યાં. શહેરમાં ચર્ચાતી વિગતો અનુસાર આ યુવતીને કેટલાંક શખ્સોએ સળગાવી મોતને ઘાટ ઉતારી છે. જે અંગે ભગવતપરાના એક વિસ્તાર તરફ આંગળી ચિંધાઇ રહી છે.
કેટલાંક શખ્સો યુવતીને રાજસ્થાન તરફ ફરવાં પણ લઇ ગયાં હતા. બાદમાં ભગવતપરાના એક વિસ્તારમાં બે ત્રણ દિવસ રખાયાની પણ ચર્ચા છે. ત્યારબાદ લાપતાં બન્યાંની વિગતો બોલાઇ રહી છે.
છેલ્લા બે ત્રણ દિવસથી એક વિગતોએ જાર પકડ્યું છે કે, યુવતી ઉપર સામુહીક દુષ્કર્મ આચરી મોતને ઘાટ ઉતારી સળગાવી દેવાઇ છે. આ ચર્ચા ચોરે ને ચૌટે ચાલી રહી છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





