સોમનાથ થી નીકળેલી રથયાત્રાનું રાજપીપળા ખાતે ભવ્ય સ્વાગત 

0
46

સમગ્ર ગુજરાતમાં ઉજવણી થાય તે માટે ગુજરાતના 33 જિલ્લાઓને સાંકળીને સોમનાથ સિવાયના અન્ય ૧૧ જ્યોતિલિંગના રથ અને ઝાંખી ૩-૩ જિલ્લામાં શ્રદ્ધાળુઓની જાગૃતિ અને દશનાર્થે ફરશે.

રાજપીપળા : સોમનાથ થી નીકળેલી રથયાત્રાનું રાજપીપળા હરસિદ્ધિ મંદિર ખાતે નર્મદા જિલ્લા વિશ્વ હિન્દૂ પરિષદના કાર્યકરો દ્વારા ભવ્ય સ્વાગત કરાયું ત્યારબાદ આ યાત્રા રાજપીપળા શહેરના મુખ્ય માર્ગ, સફેદ ટાવર ,લાલ ટાવર થઈ દરબાર રોડ સ્તિથ ગણેશ મંદિર ખાતે પોહચી ત્યાં તેની પૂજા બાદ આગળ જવા રવાના થઈ હતી .

ભારતના શિવ આસ્થાના કેન્દ્ર સમાન ૧૨ જ્યોતિર્લિંગ શિવાલયોના ટ્રસ્ટીઓ, પૂજારીઓ, તીર્યપુરોહિતો અને વિકાસ કાર્યો સાથે સંકળાયેલા શ્રધ્ધાળુઓ અને દાતાઓનો સમારોહ ગત વર્ષે ઉજ્જૈન મહાકાલેશ્વરમાં યોજવામાં આવ્યો હતો. આ વર્ષે દ્વાદશ જ્યોતિર્લિંગનો સમારોહ તા.૨૩-૨૪-૨૫ ફેબ્રુઆરી ૨૦૧૯ ત્રિદિવસીય મહોત્સવ તરીકે શ્રી સોમનાથ પ્રભાસ પાટણ ખાતે યોજવામાં આવશે.આ દિવ્ય પ્રસંગની ભવ્ય રીતે સમગ્ર ગુજરાતમાં ઉજવણી થાય તે માટે ગુજરાતના 33 જિલ્લાઓને સાંકળીને સોમનાય સિવાયના અન્ય ૧૧ જ્યોતિલિંગના રથ અને ઝાંખી ૩-૩ જિલ્લામાં શ્રદ્ધાળુઓની જાગૃતિ અને દશનાર્થે તા.૧૦ થી ૨૧ ફેબ્રુઆરીના દિવસોમાં પરિભ્રમણ કરશે.તા. રરમી ફેબ્રુઆરીના રોજ ૧૧ રથ અલગ-અલગ જગ્યાએથી સોમનાથ પહોંચશે અને તા.૨૩મી ફેબ્રુઆરીના રોજ એક ભવ્ય શોભાયાત્રા પ્રભાસ પાટણમાં યોજાશે. શ્રી સોમનાથ ટ્રસ્‍ટ અને ગુજરાત વિશ્વ હિન્દુ પરિષદ આ રથયાત્રાઓના કાર્યક્રમની સફળતા માટે સંયુક્ત રીતે કામ કરશે.

ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY