ગોંડલ,તા.૨૫
ગોંડલના દેરડી(કુંભાજી) ગામના પરસોતમભાઈ ઘુસાભાઈ ખાતરા અને તેમના ધર્મપત્ની શાંતાબેન ૯૦ વર્ષની ઉંમર પાર કરી ચૂક્યા છે. તેમને સંતાનમાં ૨ પુત્રો અને ૨ પુત્રી છે. જેમાંના મોટા પુત્ર ચંદુભાઈના પુત્ર મિતેશભાઈ ખાતરા મલેશીયા રહે છે અને આગામી દિવસોમાં અમેરીકામાં વસવાટ કરવા જઈ રહ્યાં છે ત્યારે સંયુક્ત પરિવારમાં રહેતા વયોવૃદ્ધ દાદા-દાદીના મૃત્યુ પહેલા અંતિમવિધિ કરી જીવતાં જગતીયુ કર્યું હતું.
પરસોતમભાઈ અને શાંતાબેન ખાતરા તેમની ચોથી પેઢી જાઈ રહ્યાં છે. ત્યારે તેમના એનઆરઆઈ પૌત્રે કરેલ જીવતા જગતીયાને લઈને બે દિવસના યોજાયેલ કાર્યક્રમમાં શોભાયાત્રા સાથે ગામના દરેક મંદિરોના દર્શન, લોકડાયરો, હવન, ભોજન સમારંભ સહિતના ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. લોક ડાયરામા દેશભક્તિ ગીતો સાથે શહીદોને શ્રધ્ધાંજલી આપવામાં આવી હતી. બીજી તરફ લોકડાયરામાં એકઠી થયેલ રકમ ગાયોના ઘાસચારા માટે દાન કરવામાં આવી હતી. નાના એવા દેરડી કુંભાજી ગામે પ્રથમ વખત યોજાયેલ જીવતા જગતીયાનો ઉત્સવ સમાજને પ્રેરણા આપતો પણ બન્યો હતો.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



