ગોંડલ,તા.૧૧
ગોંડલના ભોજપરા ગામે સ્વામિનારાયણ ગૌસેવા ચેરીટેબલ ટ્રષ્ટની કરોડોની કિંમતની ગૌશાળાની જમીનની બાબતે ટ્રસ્ટીઓ આમને-સામને આવી ગયા છે. તક્ષશિલા સોસાયટીમાં રહેતા અને સ્વામિનારાયણ ગૌસેવા ચેરીટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી જેન્તીભાઈ રવજીભાઈ મોણપરાએ ચેરિટી કમિશનર સમક્ષ સુરતના મગનલાલ મનજીભાઈ સભાયા, જાદવભાઈ જેરામભાઈ ચાવડા વિરુદ્ધ ફરિયાદ કરી જણાવ્યું હતું કે, ગોંડલ સ્વામિનારાયણ ગૌસેવા ચેરીટેબલ ટ્રષ્ટ દ્વારા સાત વર્ષ પહેલા આઠ એકર જમીન આશરે આઠ કરોડ એસી લાખમાં મગનલાલ સભાયાને વેચાણ કરવામાં આવી હતી અને તે જમીન પેટે માત્ર એક કરોડ રૂપિયા અપાયા હતા, બાકીની રકમ આપવામાં આવેલ ન હતી, ત્યારબાદ મગનલાલ સભાયા અને જદવભાઈ ચાવડાએ સંતોને ભોળવી ટ્રસ્ટી બની જઈ ખોટા દસ્તાવેજી પુરાવાઓ ઊભા કરી જમીનનું બાનાખત કરાવી નાખેલ છે.
આ ઉપરાંત મગનલાલ સભાયા દ્વારા જૂનાગઢના જવાહર રોડ પર આવેલ સ્વામિનારાયણ મંદિરની માલિકીની જમીન ન હોવા છતાં પણ ખોટું કરી મંદિરને બદનામ કરે છે. તો તાકીદે યોગ્ય પગલા લેવા અંતમાં માંગ કરી હતી. અને આ સંપૂર્ણ મામલો ગુજરાત રેવન્યુ ટિવ્યુનલમાં પહોંચવામાં પામ્યો છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




