મોદી સરકાર ગરીબ બાળકોને ધો.૧૨ સુધી મફ્ત શિક્ષણ આપશે..!!

0
8

ન્યુ દિલ્હી,તા.૨૭
ખાનગી શાળાઓમાં ઓછી આવકવાળા અને ગરીબ વર્ગના બાળકોને ૧૨માં ધોરણ સુધી મફત શિક્ષણ મળી શકે છે. આના માટે કેન્દ્ર સરકાર શિક્ષણ અધિકાર કાનુન (RTE ACT) માં ફેરફાર કરવા વિચારી રહી છે.
કેન્દ્ર સરકારે દિલ્હી હાઇકોર્ટમાં આ માહિતી આપી છે. સરકારના આ પગલાથી લાખો બાળકોને લાભ મળશે. ચીફ જસ્ટીસ રાજેન્દ્ર મેનન અને જસ્ટીસ વી કામેશ્વર રાવની બેંચ સમક્ષ કેન્દ્ર તરફથી વકીલ જસમીત સિંહે બિન સરકારી સંગઠન સોશ્યલ જયુરીસ્ટ તરફથી કરવામાં આવેલ જનહિત અરજીના જવાબમાં આ માહિતી આપી હતી. અરજીમાં EWS વર્ગ અને વંચીત વર્ગના બાળકોને મફત શિક્ષણ આપવા માટે શિક્ષણના અધિકાર અધિનિયમ -૨૦૦૯માં ફેરફાર કરવાની માંગણી કરાઇ છે. અત્યારે આ કાયદામાં ફકત ૮ ધોરણ સુધી મફત શિક્ષની જ જાગવાઇ છે જસમત સિંહે કહયું કે અરજદારની માંગ વ્યાજબી છે. કોર્ટે આ મામલાની હવે પછીની સુનાવણી ૩૧ ઓકટોબરે રાખી છે.
અરજદાર તરફથી વકીલ અશોક અગ્રવાલે કોર્ટમાં આર.ટી.ઇ. કાયદાની કલમ ૧૨(૧) (સી)માં સુધારાની માંગણી કરી હતી. તેમણે કહયું કે આ કલમ હેઠળ ખાનગી શાળાઓમાં EWS વર્ગના બાળકોને ફકત ૮ ધોરણ સુધી જ મફત શિક્ષણ આપવાની જાગવાઇ છે. અગ્રવાલે કોર્ટને જણાવ્યું કે કેટલીક ખાનગી શાળાઓ EWS વર્ગના બાળકો પાસે ૮ માં ધોરણ પછી અભ્યાસ ચાલુ રાખવામાં ફી આપવાનું કહી રહી છે. વકીલ અગ્રવાલે કોર્ટને જણાવ્યું કે આ કાયદામાં ફરેફાર કરીને ૧૨ ધોરણ સુધી મફત શિક્ષણની જાગવાઇ નહીં કરવામાં આવે તો આ કાનુનનો મકસદ પુરો નહીં થાય.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY