ભાવનગરના બાડીમાં આંદોલન કરી રેહલા ખેડૂતો પર પોલીસનો લાઠીચાર્જ

0
51

ભાવનગર,
તા.૧/૪/૨૦૧૮

સોમવારના રોજ ૧૨ ગામોના લોકોએ આત્મવિલોપનની ચિમકી ઉચ્ચારી…!!!

ખેડૂતો પર પોલીસનો બળપ્રયોગ,ત્રણ મહિલા બેભાન થતાં હોસ્પટલમાં ખસેડાઈ

ભાવનગર જિલ્લાની બે મોટી ઘટનાઓ રાજ્ય અને રાષ્ટીય સ્તરે ચમકી રહી છે. એક તરફ ઉમરાળા તાલુકાના ટીંબી ગામે થયેલી દલિત યુવાનની હત્યાને કારણે વિવાદ પ્રગાઢ બન્યો છે, ત્યારે બીજી તરફ ઘોઘા તાલુકાના બાડી અને તેની આજુબાજુના ૧૨ ગામોની જમીનનો કબજા મેળવવા કરાઇ રહેલા પ્રયાસો સામે સંઘર્ષે ચડેલા ખેડૂતો આજે ઉશ્કેરાતા પોલીસ અને ખેડૂતો વચ્ચે ઘર્ષણ થતા અજંપાભરી સ્થતિનું નિર્માણ થયું છે. ૧૦ હજારથી વધુ લોકોમાં મહિલાઓ બેકાબૂ બનતા પોલીસે ટીયર ગેસના સેલ છોડવાની નોબત આવી છે. લોકોના ટોળાને વિખેરવા પોલીસે લાઠીચાર્જ કરતા સ્થતિ વધુ તંગ બની છે. ઘટનાસ્થળે ૫ હજારથી વધુ પોલીસ કર્મચારીઓનો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. તેમજ ભાવનર એસપી પ્રવીણસિંહ માલ પણ દોડી ગયા છે.

મહિલાઓનું ટોળુ વિફરતા પોલીસે ટીયર ગેસના સેલ છોડતા એક મહિલા બેભાન બની હોવાનું જાણવા મળ્યું છે. તેમજ અનેક ખેડૂતોની પોલીસ દ્વારા અટકાયત પણ કરવામાં આવી છે. લાઠીચાર્જને લઇને ખેડૂતો વધુ રોષે ભરાયા છે.
ઘોઘા તાલુકાના બાડી ગામે થર્મલ પાવર પ્લાન્ટ માટેના કાચા ઇંધણ માટેની સંપાદિત કરવામાં આવેલી જમીન અંગે લાંબા સમયથી ચાલી રહેલા ખેડૂતો અને તંત્ર વચ્ચેના સંઘર્ષની વચ્ચે જીપીસીએલ કંપની દ્વારા જમીનોનો કબજા મેળવવા ૧લી એપ્રિલથી કાર્યવાહી હાથ ધરવામાં આવનાર હોય તેના માટે જિલ્લાની પોલીસ અને એસઆરપી મળીને ૫૦૦૦થી વધુનો કાફલો ૧૨ ગામોમાં ખડકવામાં આવ્યો છે. ખેડબતો પણ પોતાની જમીનનો કબ્જા મેળવવા એડીચોટનું જાર લગાવી રહ્યા છે.

સરકારની આ જાહેરાંત સામે આ ગામની ખેડુતોએ પોતાનો વિરોધ પ્રદર્શન શરૂ કર્યા હતા, સોમવારના રોજ સરકારે જમીન કબજે કરવાની વાત કરી હતી જેની સામે ૧૨ ગામોએ સામુહિક આત્મવિલોપન કરવાની ધમકી આપી હતી, આ ઉપરાંત આ ગામોની શાળામાં ભણતા તમામ બાળકોને સ્કુલમાંથી ઉઠાડી દેવાની પણ ધમકી આપી હતી, આ દરમિયાન રવિવારની સવારે ધોધા પાસેને ભદોડી ગામે ખેડુતોનું એક જૂથ પોતાનો વિરોધ વ્યકત કરવા માટે રેલી કાઢી રહ્યું હતું ત્યારે અચાનક આવેલી પોલીસે ખેડુતો ઉપર લાઠી વરસાવી સેલ પણ છોડયા હતા, અને કેટલાંક આગેવાનો અટકાયત કરી તેમને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા હતા.

સત્તાવાર રીતે ખેડુતો દ્વારા ઝેર પીવામાં આવ્યુ હોવાની ઘટનાને સમર્થન હજી સુધી મળ્યુ નથી, પણ એક ખેડુતનું મોત થયા હોવાના પણ બીનસત્તાવર રીતે સમાચાર મળી રહ્યા છે. આ ગામ માટે વધારો ૧૫૦૦ પોલીસ જવાનો મંગાવવામાં આવ્યા છે. આ લખાય છે ત્યારે ગામોમાં તંગદિલી વ્યાપેલી છે.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY