ગોંડલ,તા.૩૧
કોટડા સાંગાણી તાલુકાના હડમતાળા ગામ પાસે રેલવે ટ્રેક પર કોઈ અજાણ્યા શખ્સોએ પથ્થરો મૂકી ટીખળ કરતા અમદાવાદ સોમનાથ ઇન્ટરસિટીને દસ મિનિટ રોકવી કરવી પડી હતી. ઘટનાને પગલે પોલીસ તંત્રમા દોડધામ મચી ગઇ હતી.
રેલવે ટ્રેક પર પથ્થરો મુકવાની ઘટના અંગે રેલવે પોલીસના ગણપતસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે હડમતાળા પાસે કેટલાક ટીખળખોરો દ્વારા રેલવે ટ્રેક પર પથ્થરો મૂકવામાં આવ્યા હોય જેની જાણ રેલવે પોલીસને થતા ઘટનાસ્થળે પોલીસ કાફલો દોડી ગયો હતો. તાલુકા પોલીસ પણ દોડી આવી હતી. તેમજ જિલ્લા પોલીસને જાણ થતા તેઓ પણ દોડી આવ્યા હતા અને તાકીદે ટ્રેક પરથી પથ્થરો દૂર કરી કાર્યવાહી હાથ ધરી હતી. હડમતાળા જી.આઈ.ડી.સી પાસે ઘણા કારખાનાઓ આવેલા હોય નાના બાળકો દ્વારા ટીખળરૂપે પથ્થરો મૂકવામાં આવ્યા હોવાનું પ્રાથમિક દ્રÂષ્ટએ પોલીસને જણાઈ રહ્યુ છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



