પ્રદૂષણ ફેલાવતી નામ-ઠામ વગરની ફેક્ટરીને પીસીબીએ નોટિસ ફટકારી

0
11

ગોંડલ,તા.૫
ગોંડલ તાલુકાના ભુણાવાથી ભરૂડી જતા માર્ગ પર છેલ્લા ઘણા વર્ષથી ગુમનામ ફેક્ટરી દ્વારા ટાયરમાંથી ઓઈલ બનાવી પ્રદૂષણ ફેલાવવામાં આવી રહ્યુ હોય ગ્રામજનો દ્વારા જીપીસીબીને ફરિયાદ કરાતા તંત્ર દ્વારા ફેક્ટરી બંધ કરવા નોટિસ ફટકારવામાં આવી છે.
પ્રાપ્ત વિગતો મુજબ ભુણાવા પાસેની ગુમનામ ફેક્ટરી દ્વારા વાહનોના ટાયરો સળગાવી ઓઇલ બનાવવાનો ધીકતો ધંધો આદરવામાં આવ્યો હોય જેના પ્રદૂષણના કારણે ગ્રામજનોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો હતો. જેથી ગ્રામજનો દ્વારા લેખિતમાં ફરિયાદ કરાતા પોલ્યુશન કંટ્રોલ બોર્ડના અધિકારીઓ દોડી આવ્યા હતા. ગોંડલ પ્રાંત કચેરીના અધિકારીઓને સાથે રાખી નામ-ઠામ વગરની ફેક્ટરીને બંધ કરવાની નોટિસ ફટકારવામાં આવી હતી.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY