મુંબઈ,તા.૩૦
ખમતીધર ફિલ્મ સર્જક કરણ જાહરની આગામી ફિલ્મ ગૂડ ન્યૂઝની ટીમ હવે પછીના શૂટિંગ શિડયુલ માટે ચંડીગઢ પહોંચી ગઇ હોવાની જાણકારી મળી હતી.
આ ટીમ સાથે ગાયક અભિનેતા દિલજિત દોસાંઝ અને કિયારા અડવાણી પણ ચંડીગઢ પહોંચ્યા હતા. ફિલ્મના બંને મુખ્ય પાત્રો અક્ષય કુમાર અને કરીના કપૂર ખાન પણ એકાદ બે દિવસમાં ત્યાં પહોંચી જશે. અક્ષય કુમારની ફિલ્મ ૨.૦ ગુરુવારે ૨૯ ડિસેંબરે રજૂ થવાની હોવાથી અક્ષય કુમાર એના પ્રમોશનમાં મુંબઇમાં બીઝી હતો. કરણ જાહર આ ફિલ્મનું વિતરણ મુંબઇ સહિત કેટલીક ટેરિટરીઝમાં કરી રહ્યો હોવાથી કરણ પણ મુંબઇમાં બીઝી હતો. કરણ જાહર યોગાનુયોગે ૨.૦નો સહનિર્માતા પણ છે. અક્ષયે મુંબઇમાં પત્રકારો સાથે હસતાં હસતાં વાત કરતાં કહ્યું કે પહેલાં મેં કરણ સાથે કાફી વીથ કરણ ટીવી શોમાં કાફી પીધી હતી. હવે ૨.૦ રિલિઝ થવા સાથે ડિનર લેવાનો છું.
નવોદિત ડાયરેક્ટર રાજ મહેતાએ હાજર રહેલી ટીમ સાતે ગુરુવારે ફિલ્મના શૂટિંગનો આરંભ કર્યો હતો. ગૂડ ન્યૂઝમાં બે એવાં દંપતીની વાત છે જે તબીબી સહાય વડે બાળક પ્રાપ્ત કરવાના પ્રયાસો કરી રહ્યાં છે. આ એક કેમેડી ફિલ્મ છે. એમાં થોડાં નાટયાત્મક પ્રસંગે પણ સમાવી લેવામાં આવ્યાં છે એમ મિડિયાને જણાવાયું હતું.
આ ફિલ્મ ૨૦૧૯ના જુલાઇની ૧૯મીએ રજૂ કરવાની ફિલ્મ સર્જકની યોજના છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



