લોકેશન સેટિંગ ઓફ કરવા છતાં પણ તમારા દરેક પગલાં પર નજર રાખે છે ગૂગલ!!

0
7

સાન ફ્રાન્સિસ્કો,તા.૧૪
તમે ઇચ્છો કે ન ઇચ્છો પરંતુ દિગ્ગજ સર્ચ એન્જીન કંપની ગૂગલ તમારી દરેક હરકત ઉપર નજર રાખે છે. તમારા આવવા-જવા જેવી દરેક હરકતનો રેકરોર્ડ રાખે છે. આ એક તપાસમાં બહાર આવ્યું છે.
તપાસમાં જાણવા મળ્યું છે કે, એન્ડ્રોઇડ અને આઇફોનમાં ગૂગલની અનેક એવી સેવાઓ છે જે પર્સનલ સેટિંગનો ઉપયોગ કરવા છતાં પણ તમારા જિયો સ્ટેટસને રેકોર્ડ કરે છે. પ્રિંસટનમાં કમ્પ્યુટર સાયન્સ રિસર્ચે એપીની વિનંતી બાદ આ તારણોની પુષ્ટી કરી છે.
ગૂગલ મોટાભાગના મામલામાં તમારી લોકેશન સાથે સંકળાયેલી જાણકારીઓનો ઉપયોગ કરવા માટે પહેલા મંજૂરી માંગે છે. ગૂગલ મેપ જેવી એપનો ઉપયોગ તમે નેવિગેશન માટે ઉપયોગ કરો છો તો તમારું લોકેશન માંગે છે. જા તમે આની મંજૂરી આપો છો તો ગૂગલ મેપ તમને ટાઇમલાઇનમાં હિસ્ટ્રી બતાવે છે.
આમ આવી રીતે તમારી પળે-પળની સ્થિતિ વિશે જાણકારી હોવી એ તમારી પ્રાઇવસી માટે જાખમી છે. એટલા માટે કંપનીએ લોકેશનની આખી વિગતો બંધ કરવાનો પણ વિકલ્પ આપ્યો છે. ગૂગલનું કહેવું છે કે, તમે તમારી લોકેશન સેટિંગને ગમે ત્યારે બંધ કરી શકો છો. જેનાથી લોકેશન સ્ટોર થવાનું બંધ થઇ જશે.
તમે ગમે ત્યાં જશો પરંતુ તેની જાણકારી સ્ટોર નહીં થાય. જાકે, તપાસમાં જાણવા મળ્યું છે કે, આ સાચું નથી. લોકેશન હિસ્ટ્રી બંધ કરવા છતાં પણ કેટલીક ગૂગલ એપ તમારી મંજૂરી વગર જ આપોઆપ તમારા લોકેશન સાથે સંકળાયેલી માહિતીને એકત્રીત કરે છે.

(જી.એન.એસ.)

જંગ એ ગુજરાત અખબાર
૧૫ મી ઓગસ્ટ ના રોજ ૧૫ માં વર્ષ માં આપ સૌ ના આશીર્વાદ થી પ્રવેશે છે.🎂

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY