સાન ફ્રાન્સિસ્કો,તા.૨૯
ગૂગલે પોતાની ચૂકવણું કરવાની એપ્લીકેશન ‘તેજ’માં મોટો ફેરફાર કરતાં આ એપના માધ્યમથી ગ્રાહકોને બેન્કોથી કરજ અપાવવાની સુવિધા શરૂ કરી છે.
ગૂગલે પોતાના વાર્ષિક કાર્યક્રમમાં જાહેર કરી કે તેણે ચૂકવણા એપ ‘તેજ’નું નામ બદલીને ‘ગૂગલ-પે’ કરી દીધું છે. તેનાથી ગ્રાહક કોઈ પણ કાગળની પ્રક્રિયા કર્યા વગર તુરંત લોન મેળવી શકશે. આ માટે કંપનીએ એચડીએફસી બેન્ક, કોટક મહિન્દ્રા બેન્ક, આઈસીઆઈસીઆઈ અને ફેડરલ બેન્ક સાથે કરાર કર્યો છે.
ગૂગલ-પે ટૂંક સમયમાં જ પોતાની ચૂકવણી સેવાનો દેશમાં મોટો વિસ્તાર કરવા જઈ રહી છે. આ હેઠળ બે હજારથી વધુ ઓનલાઈન મર્ચન્ટ અને ઈ-કોમર્સ વેબસાઈટ પર ચૂકવણું કરી શકાશે. તેમાં રેડ બસ, બુક માઈ શો, એમઆઈ, ગોઈબીબો જેવી સેવા વેબસાઈટમાં સામેલ થશે. આ ઉપરાંત બિગ બજાર, ઈ-ઝોન, એફબીબી જેવા ૧૫ હજારથી વધુ રિટેઈલ સ્ટોર ઉપર પણ ચૂકવણું કરી શકાશે.
(જી.એન.એસ.)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



