ગુગલની મેઈલિંગ એપ ઇન બોક્સ આગામી વર્ષમાં થશે બંધ

0
15

સાન ફ્રાંસિસ્કો,તા.૧૫
ગૂગલ પોતાની ઓલ્ટરનેટ મેઇલિંગ એપ ઇન બોક્સ આવતા વર્ષનાં માર્ચ મહિનામાં બંધ કરી દેશે. ત્યાં સુધી યુઝર્સ પોતાના પારંપરિક જી-મેઇલ એપ પર શિફ્ટ થઇ શકશે. આ જાણકારી કંપનીએ પોતાના બ્લોગમાં આપી છે.
વર્ષ ૨૦૧૪માં ઇન બોક્સ લોન્ચ કરાયું હતું. તેને જી-મેઈલ સાથે ઇનોવેટિવ ન્યૂ ઇ-મેઈલ એપના રૂપમાં રજૂ કરાયું હતું. તેના માધ્યમથી ગૂગલ નવા મેઇલિંગ ફીચરનું ટેસ્ટિંગ કરી રહ્યું હતું, જેને બાદમાં જી-મેઇલમાં સામેલ કરવામાં આવ્યું.
જી-મેઇલના પ્રોડક્ટ મેનેજર મેથ્યુ ઈઝાત્તે એક બ્લોગ પોસ્ટમાં લખ્યું કે અમે દરેક વ્યક્તિને બેસ્ટ ઇ-મેઇલ એક્સપિરિયન્સ આપવા પર વધુ ધ્યાન આપવા ઇચ્છીએ છીએ. અમે સંપૂર્ણ રીતે જી-મેઇલ પર ધ્યાન કેન્દ્રિત કરવાની યોજના બનાવી રહ્યાં છે અને માર્ચ-૨૦૧૯ના અંતમાં ઇન બોક્સને અલવિદા કહીશું.
ઇઝાત્તે કહ્યું કે ઇન બોક્સમાં ઇ-મેઇલને બાદમાં જાવા માટે સ્મૂઝિંગ કરવાનો વિકલ્પ છે, તેમાં સંદેશને મેનેજ કરવા માટે નવીનતમ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સંચાલિત અનુભવ, જેમ કે સ્માર્ટ રિપ્લાય, નઝેઝ, ગેશ્ચર અને બંડલિંગ ફીચર છે.
તેમણે એમ પણ જણાવ્યું કે અમે જાણીએ છીએ કે પરિવર્તન મુશ્કેલ છે. તેથી અમે તમારા માટે એક ટ્રાન્ઝિશન ગાઇડ બનાવી છે, જે તમારા ઇન બોક્સને નવા જી-મેઇલમાં સરળતાથી જવામાં મદદ કરશે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY