ન્યુ દિલ્હી,તા.૧૫
પેટ્રોલ-ડિઝલની કિંમતો મુદ્દે ઘેરાયેલી સરકાર અને ડોલર સામે નબળો પડી રહેલા રૂપિયા વચ્ચે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અર્થવ્યવસ્થા અંગે સમીક્ષા બેઠક યોજી હતી. આ બેઠકમાં રિઝર્વ બેંકના ગવર્નર અને નાણામંત્રી અરૂણ જેટલી ઉપરાંત નાણા મંત્રાયલ અને વડાપ્રધાન કાર્યાલયના અધિકારારીઓ પણ હાજર રહ્યા હતા. બેઠક દરમિયાન રિઝર્વ બેંકના અધિકારીઓએ પ્રેઝન્ટેશન દ્વારા અર્થવ્યવસ્થામાં વિસ્તાર અંગે માહિતી આપી હતી.
ભાજપે પેટ્રોલ ડીઝલની વધતી કિંમત અંગે ચિંતા વ્યક્ત કર્યા બાદ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે ફરીવાર પેટ્રોલિયમ પદાર્શની વધતી કિંમત અંગે ચિંતા વ્યક્ત કરી છે. અમિત શાહે કહ્યું કે, કેન્દ્ર સરકારે પેટ્રોલ અને ડીઝલની વધતી કિંમત અંગે ચિંતિત છે. રૂપિયાનુ અવમૂલ્યન થવાના કારણે સરકારની ચિંતામાં વધારો થયો છે. અમેરિકાએ મુકેલા કેટલાક પ્રતિબંધના કારણે પેટ્રોલ ડીઝલની કિંમતમાં વધારો થઈ રહ્યો છે.
બેઠક બાદ નાણામંત્રી અરૂણ જેટલીએ જણાવ્યું કે, ભારતીય અર્થવ્યવસ્થાનો વિકાસદર ઘણો વધારે છે અને અન્ય દેશોની તુલનાએ ભારતની મોંઘવારી પણ કાબુમાં છે. ક્રૂડની કિંમતમાં થયેલા વધારા અને ડોલર સામે નબળા પડી રહેલો રૂપિયા અંગે અરૂણ જેટલીએ કહ્યું કે, અમેરિકામાં કેટલાક નીતિગત નિર્ણય કરાયા છે, જેના કારણે ડોલર મજબૂત થયો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડની કિંમતો વધી છે. તેનો પ્રભાવ આપણી અર્થવ્યવસ્થા પર પડી રહ્યો છે.
રૂપિયો ગત્ત દિવસોમાં ડોલરની તુલનાએ પોતાનાં લઘુતમ સ્તર સુધી પહોંચી ગયો હતો. ઓગષ્ટમાં રૂપિયો છ ટકા સુધી ઘટીને ૭૨ના સ્તર સુધી ગયો હતો. ઉપરાંત હાલ ડિઝલ અને પેટ્રોલના ભાવ પણ રેકોર્ડ સ્તર સુધી પહોંચી ચુક્્યા છે. વિપક્ષે તેની વિરૂદ્ધ ૧૦ સપ્ટેમ્બરે ભારત બંદનું આહ્વાન કર્યું હતું અને ડીઝલ પેટ્રોલની કિંમત ઘટાડવા માટે સરકાર પર દબાણ લાવવાનો પ્રયાસ કર્યો હતો. આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલ મોંઘું થવા અને ડોલર સામે રૂપિયામાં થઇ રહેલા ઘટાડાનાં કારણે તેલ કંપનીઓ ઇંધણની કિંમતોમાં સતત વધારો કરી રહી છે. પેટ્રોલિયમ મંત્રાલયનું કહેવું છે કે પેટ્રોલ અને ડિઝલની કિંમતમાં બે રૂપિયા લીટરનો ઘટાડો કરવા માટે ૩૦ હજાર કરોડ રૂપિયાનાં કરનું નુકસાન કરવું પડશે. સરકાર હાલ આ પ્રકારની કોઇ પણ છૂટ આપી શકે તેમ નથી.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




