યુરોપીય સંઘ તેની પાંખો પ્રસરાવી રહ્યો છે. બ્રેક્ઝિટના નામે તેણે નક્કી કર્યું છે કે લોકોના ખરા દુશ્મન તો સાશિઅલ મીડિયા અને ગૂગલ છે. યુરોપીય સંઘ કરતાં પણ વધુ આક્રમક ફ્રાન્સ છે. તેણે સૂચન કર્યું છે કે સંઘનો ભૂલી જવાના (એટલે કે ગૂગલ પરથી પોતાના વિશે રહેલી ચીજા દૂર કરવાનો) અધિકારનો કાયદો વિશ્વભરમાં લાગુ કરવો જાઈએ.
અમેરિકામાં પણ આ કંપનીઓ સાથે બથંબથી કરવાનો નિર્ણય લઈ લેવાયો છે, જેમાં ખાસ તો ગૂગલ નિશાન પર છે. ચીને તો પહેલાં જ ગૂગલને સરકાર માટે જાખમ માનીને તેના પર પ્રતિબંધ મૂકી દીધો છે. આ કંપનીઓ આ બધા હુમલા સામે ટકી શકે છે પણ શરત એ છે કે અમેરિકા તેમની પડખે હોય તો. પરંતુ હવે અમેરિકાએ પણ આ કંપનીઓ સામે બાંયો ચડાવી છે. આ કંપનીઓ ગાકરના માર્ગે છે. ગાકર એ નિક ડેન્ટન અને એલિઝાબેથ સ્પીયર્સ દ્વારા સ્થાપિત અમેરિકી બ્લાગ હતો. તે સેલિબ્રિટી અને મિડિયા ઇન્ડસ્ટ્રીને લગતો બ્લાગ હતો.
આ બધું દર્શાવે છે કે નજીકના સમયમાં ગૂગલનું પતન અવશ્યંભાવિ છે. તેના સીઇઓ વચ્ચે છૂપાઈ ગયા હતા. તેનાસીઇઓ એરિક શ્મિડટને તેમના પદ પરથી ઉતરી જવા કહેવાયું હતું કારણ તેમના અનેક લફરાં બહાર આવ્યા હોવાનું કહેવાય છે. હાલિવૂડમાં અભિનેત્રીઓ સહિત સ્ત્રીઓનું શોષણ બહાર આવ્યું અને ઈંસ્ી્ર્ર્નો ટ્રેન્ડ ચાલ્યો તે પછી એરિકને પદ પરથી ઉતરી જવા ન કહેવાયું હોત તો જ નવાઈ લાગત.
ગૂગલની સમસ્યાઓ તે સન અને આૅરેકલ સાથે યુરોપીય પંચમાં ગયું ત્યારથી શરૂ થઈ. તેણે માઇક્રાસાફ્ટને તેની આૅપરેટિંગ સિસ્ટમ હરીફ બ્રાઉઝર માટે ખોલવા માટે ફરજ પાડી અને મોટો દંડ પણ ફટકારાવ્યો.
પરંતુ ગૂગલ પોતે પણ આ પ્રકારના દંડનો ભોગ બન્યો અને તેને તો માઇક્રાસાફ્ટ કરતાં ઘણો વધુ દંડ લાગ્યો. ૬૦ મિનિટની અંદર દરેક ત્રાસવાદી સંદેશને જા તે ડિલિટ કરવામાં નિષ્ફળ જાય તો તેને તેની કુલ વિશ્વ વ્યાપી આવકના પાંચ ટકા સુધીનો દંડ લાગશે તેવી દરખાસ્તનો ગૂગલ અત્યારે સામનો કરી રહ્યુ છે. ફેસબુક અને ટ્વિટર પણ આવા સંભવિત દંડનો સામનો કરી રહ્યા છે. જા ગૂગલ ૨૦ સંદેશાઓ ડિલિટ ન કરે તો તેની એક આખા વર્ષની આવક ગુમાવવી પડે. અને આ વાત આવકની છે, નફાની નથી. ૧૦૦ સંદેશાઓ ડિલિટ ન કરે તો પાંચ વર્ષની આવક ગઈ સમજા.
આથી ગૂગલને બચાવવા આલ્ફાબેટ નામની પિતૃ કંપની બનાવાઈ પરંતુ યુરોપની સરકારો ગૂગલનો પીછો એમ સરળતાથી છોડે તેમ નથી.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



