ગોપીપુરા સુભાષ ચોકના એક મકાનમાં આગ લાગતા અફરા તફરી આગના કારણે ઘરવખરીના સામાન ભસ્મીભૂત

0
36

સુરત, તા.૧૨
આજે સવારે પોણા નવ વાગ્યાના સુમારે ગોપીપુરા સુભાષ ચોક પાસે મકાનમાં આગ લાગતા દોડધામ મચી ગઈ હતી. પાડોશીઅો દ્વારા ફાયર વિભાગને જાણ કરતા ફાયર સ્ટાફે આગને કાબુમાં લેવામાં સફળતા મળી હતી.
ફાયર વિભાગના સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ ગોપીપુરા સુભાષ ચોક પાસે પોલીસ ચોકીની પાસે લક્ષ્મીચંદ છગનલાલ જરીવાલાના મકાન નં.૧૦/૧૧૭૮માં આજે સવારે પોણા નવ વાગ્યાના સુમારે આગ લાગી હતી. ફાયર વિભાગને જાણ થતાં જ ફાયર અોફિસર રાજપુત તાત્કાલિત ઘટના સ્થળે દોડી આવી ત્રણ માળના મકાનના ગ્રાઉન્ડ ફ્લોર પર લાગેલી આગ કાબુમાં લેવામાં સફળતા મળી હતી. આગના લીધે ગ્રાઉન્ડ ફ્લોર પર રાખેલ ગાદલા, ગોદડા સળગી ગયા હતા. કોઈપણ પ્રકારની જાનહાનિ કે અન્ય કોઈ મોટુ નુકસાન થયું ન હતું. ફાયર સટાફે સમયસર આગને કાબુમાં લેવામાં સફળતા મળતા પાડોશીઅોએ રાહત અનુભવી હતી. આગનું પ્રાથમિક કારણ શોર્ટસર્કિટ હોવાનું ઘટના સ્થળે ચર્ચાતુ હતુ.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY