ગોરખપુર,તા.૨૪
વડાપ્રધાન મોદીએ રવિવારે ગોરખપુરથી વડાપ્રધાન કિસાન સન્માન નિધિ યોજનાનો પ્રારંભ કરાવ્યો. જે અંતર્ગત ખેડૂતોના ખાતામાં ૨ હજાર કેશ ટ્રાંસફર કરવામાં આવશે. મોદીએ કહ્યું કે ખેડૂતોને આપવામાં આવેલી રાહતની રકમ હું પણ પરત ન લઈ શકુ, અફવા ફેલાવનારાઓને જડબાતોડ જવાબ આપજા. મોદીએ ગોરખપુરમાં ૧૦ હજાર કરોડ રૂપિયાની યોજનાઓનું લોકાર્પણ અને શિલાન્યાસ પણ કર્યું.
પીએમ મોદીએ સ્કીમના ફાયદા ગણાવતા કહ્યુ કે આ યોજના અંગે જ્યારે અમારા વિરોધીઓએ સંસદમાં સાંભળ્યું તો તેમનો ચહેરો લટકી ગયો હતો. મહામિલાવટી લોકો પરેશાન થઇ ગયા અને હવે અફવાઓ ફેલાવી રહ્યાં છે. મને લાગે છે કે આ તેમનો જન્મજાત સ્વભાવ છે. હવે તેમણે એવી અફવા ચાલુ કરી છે કે મોદી એ હજુ ૨૦૦૦ રૂપિયા જ આપ્યા છે, ફરી આપશે, પરંતુ વર્ષ પછી પાછા લઇ લેશે.
પીએમ મોદી એ વિપક્ષી દળોની રાજ્ય સરકારોને ચેતવણી આપતા કહ્યું કે જો તેઓ ખેડૂતોની યાદી સોંપતા નથી તો પછી અન્નદાતાના શાપથી તેમનો વિનાશ થશે. પીએમ મોદીએ કહ્યું કે હું ઉત્તરાખંડ, ઉત્તરપ્રદેશ, ગુજરાત, બિહાર અને મહારાષ્ટ્ર જેવી સરકારોનું અભિનંદન કરું છું, જેમણે પ્રાથમિકતા આપી. એવી પણ કેટલીય સરકારો છે જેની ઉંઘ હજુ ઉડી નથી. હું એવી રાજ્ય સરકારોને ચેતવણી આપું છું કે જા તમે યાદી પહોંચાડશો નહીં તો ખેડૂતોનો શ્રાપ અને હાય તમને બર્બાદ કરી દેશે.
પીએમ મોદીએ ખેડૂતોને અપીલ કરતાં કહ્યું કે આ જે પૈસા આપવામાં આવી રહ્યા છે તે તેમારા હકના છે. કોઇ તેને પાછા લઇ શકે તેમ નથી. ના મોદી અને ના તો રાજ્ય સરકાર. આવી અફવા ફેલાવનારાઓને જડબાતોડ જવાબ આપી દેજા.
લોનમાફીને લઇ કોંગ્રેસ સરકાર પર નિશાન સાંધતા પીએમ મોદીએ કહ્યું કે તેઓ લોનમાફીની રેવડી વહેંચી આંખમાં ધૂળ નાંખવા માંગે છે. પરંતુ તેમણે મોદી મળ્યા છે, મોંઘો પડી જશે. તેની પોલ ખોલીને રાખી દેશે. આ યોજનાની જ્યારે અમે સંસદમાં જાહેરાત કરી તો તેમનો ચહેરો લટકેલો હતો. અમે બજેટમાં પૈસાની જાગવાઇ કરીને જાહેરાત કરી છે.
પીએમ મોદીએ ૨૦૦૯ની સામાન્ય ચૂંટણી પહેલાં કોંગ્રેસની તરફથી ખેડૂત લોનમાફીનો ઉલ્લેખ કરતાં કહ્યું કે બેન્કોના હિસાબથી દેશમાં ખેડૂતોનું કુલ દેવું ૬ લાખ કરોડ રૂપિયા હતું. હવે તેમણે લોનમાફીની જાહેરાત કરી તો આ માફ થવું જાઇતું હતું, પરંતુ ૨૦૦૯મા ચૂંટણી થઇ અને ખુરશી પર ચિપકી ગયા. રિમોટ ચાલુ થઇ ગયું. માફ થયા હતા માત્ર ૫૨૦૦૦ કરોડ. દેશને અંધારામાં રાખ્યો. પીએમ મોદીએ કહ્યું કે ત્યારે લાભાર્થીઓમાં ૩૫ લાખ લોતો તો એવા હતા, જેમની ખેડૂત સાથે લેવડ-દેવડ જ નહોતી. પોતાના સિપહસાલારોને જ પૈસા વહેંચી દીધા. અમે જે યોજના લાવ્યા છીએ તેમાંથી દર વર્ષે ૭૫૦૦૦ કરોડ રૂપિયા ખેડૂતોના ખાતામાં જમા થશે. ૧૦ વર્ષમાં તેમણે ૫૨૦૦૦ કરોડ રૂપિયા આપ્યા હતા, અમે સાડા સાત લાખ કરોડ રૂપિયા આપીશું.
પીએમ મોદીએ કહ્યું કે હવે ખેડૂતોના પૈસા કોઈ પણ વચેટિયા વગર સીધા જ તેમના ખાતામાં પહોંચશે. કોઈ પણ વચેટિયાઓ પાસે એક રૂપિયો નહીં જવા દઉ. અમારી સરકાર વડાપ્રધાન કૃષિ સિંચાઈ યોજના ઉપર લગભગ એક લાખ કરોડ રૂપિયા ખર્ચ કરી રહી છે. આટલી મોટી રકમ અમે લગાવી રહ્યાં છીએ જેથી કરીને દેશમાં જે સિંચાઈ પ્રોજેક્ટ્સ ૩૦-૪૦ વર્ષથી લટકી પડ્યા હતાં તેમને પૂરા કરી શકાય.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




