સરકારની નવી “મન કી બાત” હવે કર્મચારીઓએ 58 બદલે 60 વર્ષ સુધી નોકરી કરવી પડશે!?

0
396

જિંદગીના પચીસ વર્ષ ભણવામાં જાય ત્રીસ બત્રીસ વર્ષ નોકરી માં શના નાગરિક નું 65 થી 70 વર્ષ ગણવામાં આવે તો સરકારી કર્મચારીઓ માટે બાકી શુ બચ્યું છે!!
પ્રાપ્ત વિગતો અનુસાર સરકારી કર્મચારીઓમાં સરકારના આવા નિર્ણય બાબતે જુદા જુદા મત પ્રવર્તે છે સતત કામના ભારણ વચ્ચે જાતજાતના મેળાવડા સમારંભો ,ચૂંટણી, પ્રવેશોત્સવ, આ બધામાં અટવાયેલો સરકારી કર્મચારી ક્યારેય પોતાના કુટુંબ પાછળ સમય આપી શકતો નથી કે મન મૂકી જિંદગીને માણી શકતો નથી બાળકો ક્યાં મોટા થાય છે, શું ભણે છે, કેવું ભણે છે, ક્યાં ફરે છે જેવી બાબતો પર ધ્યાન આપી શકતો નથી એ એમ વિચારે કાલે રિટાયર થઈશું તો સમાજજીવન ને ફરી માણીશું, યાત્રાતીર્થ કરીશું અને જિંદગી નું બાકીના જીવન સુખમય જીવીશું પરંતુ સરકાર નું હાલનું વલણ જોતા એમ લાગે છે કે હવે સરકારી કર્મચારીઓનો માનવ અધિકાર ભંગ થઇ રહ્યો છે,? તેનું હનન થઈ રહ્યું છે? રાજકારણના દબાણ હેઠળ અને ઉપરી અધિકારીના ઓર્ડર હેઠળજીવન પુરૂ કરનાર સરકારી કર્મચારી જ્યારે રિટાયર થાય છે ત્યારે બિચારો બાપડો ને માંદલો બની જાય છે ત્યારે સરકાર જો નોકરી ની વય માં વધારો કર્મચારીની અછતના બહાને કે વ્હાલા દાવાઓને એક્સટેંશન આપવાના બહાને થતા વિરોધને પરિણામે જો કર્મચારી ની ઉંમર વધવા છતા પણ વધુ નોકરી કરાવવા માંગતી હોય તો સરકારે વિચારવું રહ્યું કે સરકારને સુપેરે ખબર છે કે કયો કર્મચારી કયા વર્ષમાં રીટાયર થાય છે તો જ્યારે દેશમાં આટલી બધી બેરોજગારી હોય ત્યારે સમયસર ભરતી પ્રક્રિયા ન કરવાની પોતાની ભૂલને ઢાંકવા જો સરકારી કર્મચારીને 60, 62 કે ૬૫ વર્ષ સુધી નોકરી કરાવવી એ તો ગુલામી કરાવ્યા બરાબર છે કદાચ એમ કરી શકાય કે એક્સ્ટેન્શન પ્રથા બંધ કરો અને જે કર્મચારીઓને વધુ સમય નોકરી કરવી હોય, શારીરિક રીતે સ્વસ્થ હોય, તંદુરસ્ત હોય તો કર્મચારીની મરજીથી તેના નોકરીના વર્ષો વધારી શકાય પરંતુ જો સરકાર કર્મચારીઓને 58 કરતાં પણ વધુ વર્ષોથી નોકરી કરવાની જોહુકમી કરશે તો આવનારા દિવસોમાં કર્મચારીઓમાં આજનો છૂપો ગણગણાટ આંદોલનમાં ફેરવાય તો નવાઈ નહી, શિસ્તબદ્ધ કામ કરતા સરકારી કર્મચારી ની નોકરીની મર્યાદા વધારી અને માનસિક ત્રાસ આપવો એતો હિટલરશાહી ગણાય એવો છૂપો ગણગણાટ સરકારી કર્મચારીઓમાં શરૂ થયો છે

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY