શનિવારે હનુમાન જયંતિ ગઈ ત્યારે આજે રવિવારની રજામાં રાજપીપલા નજીકના જુનારાજ પાસેના ઢેંકી હનુમાને ટેમ્પો માં જઈ રહેલા રાજપીપલા ના ભક્તોનો ટેમ્પો રસ્તામાં પલ્ટી ખાતા 35 ને ઇજા બેને વડોદરા રીફર કરાયા
રાજપીપલા સિવિલ માં માત્ર એકજ ડેપ્યુટેશન પર ના ડોક્ટર હાજર, આવી ઇમર્જ્સી માં અન્ય કોઈજ તબીબ કે જવાબદાર ડોક્ટરો ન ફરકતા નિયમ મુજબ કોઈજ જવાબદાો હાજર ન રહેતા હોવા ની વારંવાર બૂમો
રાજપીપલા: રાજપીપલાના લીમડા ચોક અને નવાફળીયા માં રહેતા માછી સમાજના ભક્તો રવિવારે રાજપીપલા નજીકના જુનારાજ ખાતે આવેલા ઢેંકી હનુમાન મંદિરે એક ટેમ્પો લઈ 40 થી 45 જેવા ભક્તો દર્શન કરવા જઈ રહ્યા હતા ત્યાં મંદિર થી થોડૅકજ પાસે મંદિરે પોહ્ચવાની તૈયારી માંજ અચાનક ટેમ્પો રોડ પર પલટી ખાઈ જતા બૂમરાણ મચી હતી ત્યારે અકસ્માતમાં ઇજા પામેલા તમામ 35 જેવા લોકોને તાત્કાલિક રાજપીપલા સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા જોકે સિવિલ માં પણ આજે રજા ના કારણે ઇમર્જન્સી માં ફક્ત એકજ ડોક્ટર હાજર હતા ત્યારે નિયમ મુજબ આવા અકસ્માતો માટે લાગતા વળગતા ડોક્ટરો કે જવાબદાર ઇન્ચાર્જો એ હાજર રહેવાનું હોય પરંતુ આ તમામની સારવાર બાદ બે થી ત્રણ ને વડોદરા રીફર કરાયા ત્યાં સુધી કોઈજ જવાબદારો હાજર ન હતા અને ફક્ત એકજ ડેપ્યુટેશન પર મુકાયેલા મેડિકલ ઓફિસરે બાજી સંભાળવી પડી હતી જોકે એમની મદદમાં અન્ય એક મેડિકલ ઓફિસર દોડી આવ્યા પરંતુ અન્ય કોઈજ જવાદારો ફરક્યા ન હતા,સદનસીબે કોઈ મોટી દુર્ઘટના ન હતી તમામ ને નાની મોટી ઈજાઓ હતી પરંતુ રજા ના દિવસો માં જવાબદારી ન સંભાળતા જવાબદારો સામે કોઈ પગલાં લેનારજ નથી ….?! આને કહેવાય સરકારી ઇમરજન્સી..?!
રિપોર્ટર- નર્મદા,ભરત શાહ.મો.નં.9408975050
ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861
"વંદે માતરમ ,ભારત માતાકી જય"