અંકલેશ્વર કેમિકલ માફિયાઓ નું કૌભાંડ અંકલેશ્વર થી પાલેજ સુધી પહોંચ્યું.:જીપીસીબી ના R.O.એ કહ્યું પોલીસ ને કહો પકડે!?

0
148

છેલ્લા કેટલાક દિવસથી અંકલેશ્વર ની પ્રકૃતિ સુરક્ષા મંડળ ની ટિમ ને માહિતી મળતી હતી કે અંકલેશ્વરની નવજીવન હોટલ ની પાછળ કેટલાક કેમિકલ માફિયાઓ કેમિકલની બેગો સાથે કેમિકલ પાવડર નો સંગ્રહ કરી વેચાણ કરી રહ્યા છે .
આજે સુરક્ષા મંડળની ટીમને માહિતી મળી હતી કે ટ્રક દ્વારા આ માલને સગેવગે કરવાની હિલચાલ થઇ રહી છે. તેની જાત તપાસ સલીમપટેલ અને હરેશભાઇ પરમાર દ્વારા કરતા માલુમ પડ્યું હતું કે ત્યાં ટ્રંક દ્વારા આ કેમિકલ પાવડર અને કેમિકલની બેગો અન્ય જગ્યાએ લઈ જવામાં આવી રહી છે જેથી પ્રકૃતિ સુરક્ષા મંડળના સલીમ પટેલ દ્વારા આ બાબતની જાણકારી અંકલેશ્વર ખાતેના GPCB વિભાગીય વડા ત્રિવેદી સાહેબને જાણ કરી કાર્યવાહી કરવા જણાવ્યું હતું જેના જવાબમાં ત્રિવેદી સાહેબે જણાવ્યું હતું કે “આજે રવિવાર છે અને મારી પાસે સ્ટાફ નથી અને આજે કોઈ કાર્યાવહી થઈ શકે એમ નથી અને વધુ માં તેમણે સલાહ આપી હતી કે તમો પોલીસને બોલાવી ને પકડાવી દો અમે સોમવાર મંગળવારે અમારી કાર્યવાહી કરીશું.”

મંડળના પ્રકૃતિ મંડળના સલિમ પટેલ અંકલેશ્વરના રિજિયોનલ ઓફિસરના જવાબથી સંતોષ ન થતાં સલીમ પટેલ અને તેમની ટીમ દ્વારા આ ટ્રકનો પીછો કરી પીછો કરતા આ ટ્રક ભરૂચ તરફ જઈ રહી હતી જેથી આ બાબતની જાણકારી સલીમ પટેલ દ્વારા ભરૂચના GPCB ના રિજિયોનલ ઓફિસર શ્રી વ્યાસ સાહેબ ને કરી હતી અને વ્યાસ સાહેબે તેમની ટીમ મોકલી હતી આમ પ્રકૃતી સુરક્ષા મંડળ અને જીપીપીને ટીમ દ્વારા પીછો કરાતાં આ ટ્રક પાલેજ જીઆઇડીસી ની ગેરકાયદેસર ની બનાવેલ ફેક્ટરીમાં પહોંચી હતી જ્યાં નજીકમાં આવેલ ખેતીની જગ્યામાં ગેરકાયદેસર કેમિકલ ડમ્પિંગ સાઇટ બનાવવામાં આવી હતી કે જ્યાં અંકલેશ્વર અને વડોદરાની ફેકટરીઓમાંથી કેમિકલ વેસ્ટ લાવી ત્યાં સંગ્રહ કરવામાં આવતો હતો તેમજ કેમિકલ બેગો ધોવાનું મોટા પાયે કામ ચાલતું હતું.

અને આ કેમિકલ વાળું પાણી નું જમીન માં ખાડો કરી નિકાલ કરવામાં આવતું જોવામાં આવ્યું હતું .તેઓ આ બેગોને ત્યાં ધોયા પછી તેમની ગેરકાયદેસરની ફેકટરીમાં ગઠ્ઠા બનાવી અન્ય જગ્યાએ વેચાણ ની પ્રવૃત્તિ ચાલતી હતી .ભરૂચની પોલ્યુશન કંટ્રોલ બોર્ડની ટીમ દ્વારા જરૂરી નમૂના અને કાગળો ભેગા કરી આગળની કાર્યવાહી હાથ ધરાઇ હતી.

પ્રકૃતિ મંડળના શ્રી પટેલે જણાવ્યું હતું કે જો અંકલેશ્વર ના નવજીવન હોટલ પાછળ ના ગેરકાયદેસરના ડમ્પિંગ ખાતે અંકલેશ્વર જી.પી.સી.બી દ્વારા કાર્યવાહી કરવામાં આવી હોત તો આ કેમિકલ વેસ્ટ કઈ કમ્પની માંથી આવે છે અને તેમનો સપ્લાયર કોણ છે તે જાણી શકાયુ હોત. કેમિકલ વેસ્ટ ખરીદનાર પણ ગુનેહગાર છે પરંતુ તેના કરતા કેમિકલ વેસ્ટ વેચનાર કંપનીઓને પકડી કાર્યવાહી કરવી જરૂરી હતી જેમાં અંકલેશ્વર ના અધિકારીઓનો યોગ્ય સહકાર ન મળતાં આ કાર્યવાહી થઈ શકી ન હતી.

સલીમ પટેલ
પ્રકૃતિ સુરક્ષા મંડળ. અંકલેશ્વર

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY