જિલ્લા કલેકટરના અધ્યક્ષસ્થાને વિવિધ વિભાગોની કામગીરીની સમીક્ષા બેઠક યોજાઈ

0
43

સૂરતઃ
સંચારી રોગની અટકાયત માટેની જિલ્લા સર્વેલન્સ અને સંકલન સમિતિ અને ટોબેકો કંટ્રોલ પ્રોગ્રામ તથા બાળમજુરી નાબૂદી અભિયાનની બેઠક જિલ્લા કલેકટર મહેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી.
સંચારી રોગની અટકાયતની બેઠકમાં વર્ષ ૨૦૧૭ દરમિયાન પાણીથી ફેલાતા રોગોને નાથવા આરોગ્ય વિભાગ દ્વારા લેવામાં આવેલા પગલાઓની ચિંતાર રજુ કરાયો હતો. જેમાં ૨૦૧૭ના વર્ષમાં લેપ્ટોસ્પાયરોસીસ, સ્વાઈનફલુ રોગના નોંધાયેલા કેસોની સંખ્યા અને વર્તમાન વર્ષે લેવાના પગલાઓની ચર્ચા-વિચારણા થઈ હતી. કલેકટરએ જિલ્લામાં પાણી લિકેઝના કિસ્સામાં સત્વરે પગલા લઈને કામગીરી કરવા જે તે વિભાગના અધિકારીઓને જણાવ્યું હતું.
જિલ્લામાં તમાકુ નિયંમન ભંગ બદલ વાહનવ્યવહાર, આરોગ્ય, એસ.ટી., શિક્ષણ જેવા વિભાગોએ ૨૦૧૭-૧૮ના વર્ષ દરમિયાન કુલ ૨૧૯૮ કેસોમાં ૩.૧૫ લાખના દંડની વસુલાતની વસુલાત કરી હતી. શાળાઓના ૧૦૦ મીટરના વિસ્તારમાં તમાકુની બનાવટો વેચાણ પર દંડનીય કાર્યવાહી કરવા કલેકટરશ્રીએ જણાવ્યું હતું. જિલ્લામાં શાળાઓમાં જનજાગૃતિના કાર્યક્રમ કરવા, આશાવર્કરો, હેલ્થવર્કરોને તાલીમની પણ ચર્ચા થઈ હતી.
બાળમજુરી નાબૂદી અભિયાનની બેઠકમાં એન.સી.એલ.પી. પ્રોજેકટના ખર્ચ, ફેબ્રુઆરી મહિના દરમિયાન પાડવામાં આવેલી રેડ તેમજ બાળમજુરીને નાથવા જાહેર સ્થળોએ હોડિંગ્સ, બેનરો સ્ટીકરો દ્વારા જનજાગૃતિ લાવવાના પ્રયાસો કરવા કલેકટરશ્રી અનુરોધ કર્યો હતો.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY