આગામી તા.૨૧’મીએ ગુજરાત જાહેર સેવા આયોગની પરીક્ષાનું આયોજન

0
26

આગામી તા. ૨૧મી, ઓકટોબરના રોજ ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા ગુજરાત વહીવટી સેવા વર્ગ-૧, ગુજરાત મુલ્કી સેવા વર્ગ-૧/૨ તથા ગુજરાત નગરપાલિકા મુખ્ય અધિકારી સેવા વર્ગ-૨ની જગ્યા ઉપર ભરતી કરવા માટે સમગ્ર રાજયમાં પ્રીલિમનરી પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. તાપી જિલ્લામાં પણ તા. ૨૧મી, ઓકટોબરના રોજ જિલ્લા મથકો સહિત પેટામથકોએ ૧૧ઃ૦૦ થી ૦૧ઃ૦૦ દરમિયાન પ્રશ્નપત્ર-૧ સામાન્ય અભ્યાસ-૧ અને ૦૩ઃ૦૦ થી ૦૫ઃ૦૦ દરમિયાન પ્રશ્નપત્ર-૨ સામાન્ય અભ્યાસ-૨ની પરીક્ષા યોજાશે. આ જિલ્લામાં વ્યારા, કપૂરા, સોનગઢ, વાલોઠ, બુહારીઅને બાજીપુરા ખાતે પરીક્ષા કેન્દ્રો નિયત કરવામાં આવ્યા છે. આ પરીક્ષા કેન્દ્રો પર પરીક્ષા આપનાર પરીક્ષાર્થીઓ પરીક્ષા કેન્દ્રો ખાતે કેલ્કયુલેટર, સેલ્યુલર, મોબાઇલ ફોન કે અન્ય કોઇ ઇલેકટ્રોનિક ગેઝેટસ્‌ જેવી વસ્તુઓ લઇ જઇ શકશે નહિં. પરીક્ષામાં ઉપસ્થિત થનાર પરીક્ષાર્થીઓએ વેબસાઇટ પરથી ડાઉનલોડ કરેલ પ્રવેશપત્ર/હાજરીપત્રક અવશ્ય સાથે લાવવાના રહેશે. જો પ્રવેશપત્ર/હાજરીપત્રક ન હોય તેવા ઉમેદવારોને પ્રવેશ આપવામાં આવશે નહિં એમ જિલ્લા કો-ઓર્ડિનેટર અને જિલ્લા કલેકટર એન.કે ડામોર તરફથી જણાવાયું છે.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY