નવસારી, તા.૬
જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નવસારી ઘ્વારા જિલ્લા પંચાયત સભાખંડ ખાતે નવસારીના સાંસદ શ્રી સી.આર.પાટીલના અધ્યક્ષસ્થાને જિલ્લા વિકાસ કો.અોર્ડિનેશન એન્ડ મોનીટરીંગ કમિટી (દિશા)ની બેઠક યોજાઇ હતી. બેઠકમાં નવસારીના ધારાસભ્ય શ્રી પિયુષભાઇ દેસાઇ, જિલ્લા વિકાસ અધિકારી શ્રી આર.જી.ગોહિલ, નિવાસી અધિક કલેકટર શ્રી કે.જે.રાઠોડ, જિલ્લા પંચાયત પ્રમુખ ડૉ.અમિતાબેન પટેલ, નવસારી પ્રાંત અધિકારી શ્રી રાજપૂત, ચીખલી પ્રાંત અધિકારી શ્રી ભોગાયતા, જિલ્લા ગ્રામ વિકાસ અધિકારી શ્રી હડુલા ઉપસ્થિત રહયાં હતાં.
સાંસદ શ્રી સી.આર.પાટીલે ૩૮ જેટલા ગ્રામ સંગઠનોની બહેનોને રૂ.૭ લાખ કોમ્યુનીટી ઇન્વેસ્ટમેન્ટ ફંડના કુલ રૂ.૨.૬૬ કરોડના ચેકો એનાયત કર્યા હતાં. બેઠકમાં સાંસદ શ્રી સી.આર.પાટીલે જણાવ્યું હતું કે, આપેલ લક્ષ્યાંક સિધ્ધ કરવા વધુને વધુ યોજનાનો પ્રજાને લાભ મળે તેમજ પ્રધાનમંત્રી વીમા કવચ યોજનામાં વધુ ખેડૂતોને જાડાવા અનુરોધ કર્યો હતો.
નવસારીના ધારાસભ્ય શ્રી પિયુષભાઇ દેસાઇએ બેઠકમાં ભાગ લેતા જણાવ્યું હતું કે, મા વાત્સ્લ્ય યોજનામાં ટીમો વધારવા તેમજ જિલ્લાની જર્જરીત આંગણવાડીનો સર્વે કરી તેની યોગ્ય મરામત કરવા અને પ્રધાનમંત્રી વીમા ફસલ યોજનામાં અન્ય પાકોનો સમાવેશ કરવા રજૂઆત કરી યોગ્ય કરવા જણાવ્યું હતું.
બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી શ્રી આર.જી.ગોહિલે જણાવ્યું હતું કે, ગ્રામ વિકાસ એજન્સી ઘ્વારા ૨૭૦ જેટલા આંગણવાડીના નવા કામોનો પ્રારંભ કરાયો છે. નવસારી જિલ્લામાં પ્રધાનમંત્રી ગ્રામિણ આવાસ યોજના અંતર્ગત ૫૭૨૨ના લક્ષ્યાંક સામે ૨૫૫૮ આવાસો બન્યા છે. ડિસેમ્બર અંત સુધીમાં બાકી આવાસોનું કામ પુર્ણ કરાશે. નવસારી જિલ્લામાં સો ટકા આવાસો મંજૂર કર્યા છે. જા કોઇ આવાસ બાકી હશે તો તેને આવતા વર્ષમાં મંજૂર કરાશે. સ્વચ્છ ભારત મિશન (ગ્રામિણ) અંતર્ગત નવસારી જિલ્લો એ.ડી.એફ જાહેર કરાયો છે. તેમ છતા ફરી સર્વેમાં ૧૩૮૭૦ જેટલા શૌચાલયો બનાવવાની દરખાસ્ત મળેલ છે. બેઠકમાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક શ્રી પી.કે.હડુલાએ એમ.જી.એન.આર.જી.એ. યોજના, પ્રધાનમંત્રી આવાસ યોજના, સ્વચ્છ ભારત મિશન (ગ્રા), દિનદયાલ અંત્યોદય યોજના (મિશન મંગલમ), પ્રધાનમંત્રી કૃષિ સિંચાઇ યોજના, રાષ્ટ્રીય ગ્રામિણ પેયજલ પ્રોગ્રામ, ગ્રામજયોત યોજના, નેશનલ સોશીયલ આસીસ્ટન્ટ પ્રોગ્રામ, નેશનલ હેલ્થ મિશન , સર્વ શિક્ષા અભિયાન મધ્યાહન ભોજન યોજના, પ્રધાનમંત્રી ઉજજવલા યોજના, લેન્ડ રેકર્ડ મોર્ડનાઇઝેશન વગેરે યોજનાની આપેલ લક્ષ્યાંક સિધ્ધ કરવા અંગે ચર્ચા વિચારણા કરી હતી. બેઠકમાં જિલ્લા પંચાયત વિવિધ સમિતિના ચેરમેનશ્રીઅો, અમલીકરણ અધિકારીઅો ઉપસ્થિત રહયાં હતાં
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




