સુરત મહાનગરપાલિકાના એક્વેરીયમ, ઝુ વગેરેનું અોનલાઈન બુકિંગ સુવિધા મનપાની વિવિધ સેવાઅો પણ અોનલાઈન ઉપલબ્ધ છે

0
199

સુરત, તા.૬
સુરત મહાનગરપાલિકા ઈન્ફર્મેશન ટેક્નોલોજીનોï મહત્તમ ઉપયોગ નાગરિકોને ઝડપી તથા સરળતાથી સેવાઅો ઉપલબ્ધ કરવા માટે કટીબદ્ધ છે. નાગરિકો ઘર બેઠા પોતાના અનુકૂળ સમયે વિવિધ સેવાઅો ઉપલબ્ધ કરી શકે તે અનુલક્ષીને મહાનગરપાલિકાની વેબસાઈટ મારફત વિવિધ સેવાઅો જેવી કે મિલકત વેરો, પ્રોફેશન ટેક્ષ તથા વોટર મીટર ચાર્જનું અોનલાઈન પેમેન્ટ, ગુમાસ્તાધારા રજીસ્ટ્રેશન, સર્ટીફિકેટની અોનલાઈન અરજી તથા રીન્યુઅલની સુવિધા, જન્મ અને મરણના સર્ટીફિકેટ, અોડીટોરિયમ/પાર્ટીપ્લોટ/કોમ્યુનિટી હોલનું બુકિંગ વગેરે ઉપલબ્ધ કરવામાં આવેલ છે.
સુરત મહાનગરપાલિકા દ્વારા આનંદ પ્રમોદ માટે બનાવવામાં આવેલ વિવિધ સ્થળો જેવા કે સરથાણા ઝુ, મરીન એક્વેરિયમ, સુરત ફોર્ટ વગેરેને લોકો દ્વારા ખૂબ જ સારો પ્રતિભાવ મળે છે અને દિવાળી અને ઉનાળુ વેકેશન દરમ્યાન ખૂબ જ મોટી સંખ્યામાં લોકો આ સ્થળોની મુલાકાત લે છે. સુરત મહાનગરપાલિકાની અન્ય સેવાઅોની જેમ નાગરિકો ઉપરોક્ત સ્થળ માટેની ટીકીટ પણ અોનલાઈન બુક કરાવી શકે તે માટે આજથી સુરત મહાનગરપાલિકા દ્વારા સરથાણા ઝુ અને મરીન એક્વેરિયમની અોનલાઈન ટીકીટ બુકિંગની સુવિધા શરૂ કરવામાં આવેલ છે. અોનલાઈન ટીકીટ બુકિંગ સુરત મહાનગરપાલિકાની વેબસાઈટ www.suratmunicipal.gov.in ઉપરથી થઈ શકશે. આવનાર સમયમાં સુરત મહાનગરપાલિકા સંચાલિત અન્ય સ્થળો માટે પણ અોનલાઈન ટીકીટ બુકિંગ સુવિધા ઉપલબ્ધ થશે. ઉપરોક્ત સુવિધાથી સુરત શહેરના નાગરિકો અને મુલાકાતીઅો માટે સુરત મહાનગરપાલિકા દ્વારા વિકસાવવામાં આવેલ વિવિધ આનંદ પ્રમોદ માટેના સ્થળોની મુલાકાત વધુ સુગમ બનશે અને ભારત સરકારના ડીજીટલ ઈન્ડિયા મિશન અંતર્ગત ડીજીટલ ટ્રાન્ઝેક્શન અને ડીજીટલ પેમેન્ટને પ્રોત્સાહન મળશે.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY