વાઘબારસ નિમિત્તે પ્રગટેશ્વરધામ આછવણીમાં કથાકારોનું સંમેલન યોજાયું વિદ્યાર્થીઅોના કલ્યાણ હેતુ સરસ્વતી વિદ્યાયજ્ઞ કરાયો

0
21

સુરત, તા.૬
પ્રગટ પગટેશ્વરધામ-આછવણીમાં ધર્માચાર્ય પરભુદાદા અને રમાબાની પ્રેરણાથી શ્રદ્ધા અને વિશ્વાસ જગાડનારા મહાન કથાકારોનું સંમેલન સુપ્રસિદ્ધ કથાકારો પ.પૂ. પ્રફુલ્લભાઇ શુક્લ તેમજ પ.પૂ.શરદભાઇ વ્યાસના અધ્યક્ષસ્થાને યોજાયું હતું. આ સંમેલનનો શુભારંભ પૂર્વ સાંસદ કિશનભાઇ પટેલ સહિત કથાકારોના વરદહસ્તે દીપપ્રાગટ્ય થકી કરવામાં આવ્યો હતો. આ અવસરે વાઘબારસ નિમિત્તે મંદિરના પટાંગણમાં સરસ્વતી વિદ્યાયજ્ઞ પણ કરવામાં આવ્યો હતો. જેમાં શિવપરિવારના બાળકોએ ભક્તિભાવપૂર્વક ભાગ લઇ માં સરસ્વતીના આશીર્વાદ મેળવ્યા હતા.
પ્રગટ પ્રગટેશ્વરધામ આછવણીના ધર્માચાર્ય પરભુદાદાએ જ્ઞાન ગંગા વહેવડાવનાર સમસ્ત કથાકારોને ઉપસ્થિત રહેવા બદલ આભારની લાગણી વ્યક્ત કરી હતી. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, સરસ્વતી માતાની આરાધના કરવી, ભક્તિ કરવી, વાણીનો પ્રવાહ કરવો એ માતાની આરાધના હોઇ શકે, પરંતુ એ આરાધના કરનાર એના અધિકારી કોણ? એ બ્રાહ્મણો દ્વારા આરાધના થાય, જ્ઞાન ગંગા વહે તો એમાં સૌને સ્નાન કરવાની તક મળે તે હેતુથી અહીં કથાકાર સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. વિવિધ તીર્થસ્થાનો ઉપરથી વહેતી ગંગા નદીનું અવતરણ ભૂદેવો જ કરી શકે છે. આ ભૂદવોએ અહીં જ્ઞાનની ગંગાનું અવતરણ કરી અહીંના શિવ પરિવારને તેમની વાણીનો લાભ આપ્યો તે અભિનંદનીય છે. અદભૂત, દિવ્ય અને હૃદયના ભાવથી આપેલી વાણીનો પ્રભાવ પાપી કે દુરાચારી વ્યકિ્્ત ઉપર તેનો પ્રભાવ પડે તો તેઅોનો પણ ઉદ્ધાર થઇ જાય છે. પરભુદાદાએ સવારે યોજાયેલા સરસ્વતી વિદ્યા યજ્ઞ અવસરે આશીર્વચન પાઠવતાં જણાવ્યું હતું કે, વાઘબારસ એટલે સરસ્વતી માતાનો દિવસ. આ યજ્ઞમાં ભાગ લેનાર વિદ્યાર્થીઅોને તેના આશીર્વાદ જરૂરથી મળશે તેવા આશીર્વચન પાઠવતાં જણાવ્યું હતું કે, માતા-પિતાના આશીર્વાદ વગર માં સરસ્વતીની કૃપા મળતી નથી, ત્યારે રોજ માતા-પિતાને પગે લાગવું જ જાઇએ.
સુપ્રસિદ્ધ કથાકાર પ્રફુલભાઇ શુક્લએ જણાવ્યું હતું કે, આજે આનંદના મહાસાગરમાં ડૂબી ગયા હોય તેવી પ્રતિતિ થઇ રહી છે. આ વિસ્તારમાં ધર્મની ધજા લહેરાઇ રહી છે, તે ધર્માચાર્ય પરભુદાદાને આભારી છે. તેમના દ્વારા થતા યજ્ઞોની પરંપરા અદભૂત છે. વૈદિક પરંપરાની જાળવણી પણ કરી છે. બ્રાહમણ પ્રેમીઅો ઘણા જાયા પરંતુ પરભુદાદા જેવા બ્રાહ્મણ પ્રેમી કોઇ જગ્યાએ જાયા નથી. ધર્મસ્થાને કથાકાર સંમેલન યોજવા બદલ અંતઃકરણના આશીર્વાદ આપ્યા હતા. કથાકારોના ઇતિહાસમાં વાપી થી તાપી વિસ્તારમાં ભક્તિને પ્રસ્થાપિત કરી હોય અને ભગવાન શિવની સાધના કરી હોય તે પરભુદાદા છે. ભાગવત કથાકાર શરદભાઇ વ્યાસ પાસે ભાગવતના દરેક પ્રકારના જવાબો મળી રહેશે.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY