કોલકાત્તા,તા.૨૨
અહીં ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચેની ગઈ કાલની પ્રથમ વન-ડેમાં હાજરી આપવા આવેલો સાઉથ આફ્રિકાનો ભૂતપૂર્વ કૅપ્ટન ગ્રેમ સ્મિથ કોલકતાના ઇડન ગાર્ડન્સ ખાતે એક જાણીતી ટુર્નામેન્ટનું રજત જયંતી વર્ષ પૂરું થવા નિમિત્તે સ્વ. જગમોહન દાલમિયા વાર્ષિક સભામાં લેક્ચર આપશે. આ ઐતિહાસિક સ્ટેડિયમમાં ફ્લડલાઇટ્સ બેસાડવામાં આવી એને પણ પચીસ વર્ષ (૧૯૯૩-૨૦૧૮) પૂરા થઈ રહ્યા છે. ભારતે ૧૯૯૩ની ૨૭મી નવેમ્બરે આ મેદાન પર વેસ્ટ ઈન્ડિઝને ફાઇનલમાં હરાવીને ટુર્નામેન્ટ જીતી લીધી હતી. એ પહેલાં, ભારત-સાઉથ આફ્રિકાની સેમી ફાઇનલ ૨૪મી નવેમ્બરે રમાઈ હતી જે ભારતે જીતી લીધી હતી. ઇડન ખાતે એ પહેલી જ ડે-નાઇટ મૅચ હતી.
વેસ્ટ ઈન્ડિઝનો લેજન્ડરી-ક્રિકેટર બ્રાયન લારા બે દિવસ પહેલાં બાંદરામાં સચિન તેન્ડુલકરના નિવાસસ્થાને આવ્યો હતો અને હવે તે ઇડનના સમારોહમાં હાજરી આપશે. ગયા વર્ષે કપિલ દેવે દાલમિયાને લગતી સભામાં લેક્ચર આપ્યું હતું.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




