જીએસટીમાં એક વર્ષમાં રૂ. ૩,૦૨૬ કરોડની કરચોરી પકડાઈ

0
24

ન્યુ દિલ્હી,તા.૧
કેન્દ્ર સરકારે છેલ્લા એક વર્ષમાં ગૂડ્‌સ એન્ડ સર્વિસીસ ટેક્સ (જીએસટી)ની કુલ રૂ. ૩,૦૨૬.૫૫ કરોડની કરચોરીના ૧,૨૦૫ કેસ શોધી કાઢ્યા છે. આ કરચોરી ઈનપુટ ટેક્સ ક્રેડિટના દુરુપયોગ અને વેરો ન ચૂકવવાને લગતી છે.
નાણાં ખાતાના રાજ્ય કક્ષાના પ્રધાન શિવ પ્રતાપ શુક્લાએ આ જાણકારી રાજ્યસભામાં આપી હતી. એમણે કÌšં કે આ કરચોરી જુલાઈ-૨૦૧૭ અને જૂન-૨૦૧૮ વચ્ચેના સમયગાળામાં થયાનું માલૂમ પડ્યું છે.
આ કેસો ઈનપુટ ટેક્સ ક્રેડિટના દુરુપયોગ, જીએસટી રિટર્ન્સમાં મિસડેક્લેરેશન, જીએસટી રિટર્ન્સમાં ડિક્લેર કરવા છતાં જીએસટી ન ચૂકવવા તેમજ જીએસટી રિટર્ન્સ ફાઈલ ન કરી ટેક્સ પણ ન ચૂકવવાને લગતા છે.
આ વર્ષના મે અને જૂન મહિનાઓમાં જ રૂ. ૧,૩૨૦ કરોડના કેસ શોધી કાઢવામાં આવ્યા છે.
સરકારે જે કુલ વેરો વસુલ કર્યો છે એમાં ૭૯.૫૩ ટકા ટેક્સ જેમનું બિઝનેસ ટર્નઓવર રૂ. ૫૦૦ કરોડથી વધુનું છે એમની પાસેથી વસુલ કરાયો છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923 
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY