બોલો..૮૦૦ મીટરની મુસાફરી માટે અધધ…૩૦૦ રૂપિયા ચૂકવવા પડ્યા..!!

0
38

લખનૌ,તા.૨૦
ઉત્તરપ્રદેશની રાજધાની શહેર લખનૌમાં ઓલા કેબ ઓપરેટરોની મધ્યસ્થતા સામાન્ય પ્રવાસીઓ માટે ખર્ચાળ પુરવાર થઈ રહી છે. કેકેસીથી ચારબાગ સુધી ૮૦૦ મીટરની મુસાફરી માટે ત્રણ છોકરીઓએ ૩૩૩ રૂપિયાનો ચુકવવા પડ્યા હતા. બીજી તરફ, ભીડને કારણે, લોકોએ સામાન્ય દિવસોમાં બેથી અઢી ગણો વધારે ચૂકવવો પડે છે.
ઓલા વહીવટીતંત્ર દાવો કરે છે કે તે કિલોમીટર દીઠ રૂ. ૬નો ભાડો વસૂલ કરે છે. આ ઉપરાંત, તે કિ.મી. અંતર દીઠ બે રૂપિયા લે છે. એન્ટ્રેંસ એક્ઝામ આપવા આવી એક છોકરી તેની ૨ મિત્રો સાથે કેકેસીથી ચારબાગ જવું ખૂબ જ ખર્ચાળ બન્યું હતું. તેઓ ચારબાગ વિસ્તારમાં એ.પી. સેન ગર્લ્સ કોલેજમાં પ્રવેશ પરીક્ષા આપવા આવી હતી.
માત્ર ૮૦૦ મીટરના અંતર માટે, તેમને ઓલા ડ્રાઈવર મોહમ્મદ ગુફારનને ૩૩૩ રૂપિયા આપવાનું કÌšં હતું. ઓલાના બિલમાં ૮૦૦ મીટર, ટ્રિપ ટાઇમ ૫૮ મિનિટ, ફેર ૨૬૨.૩૭ રૂપિયા, ૧૯.૯૪ રૂપિયાનો સર્વિસ ટેક્સને શામેલ કરીને કુલ ભાડું ૩૩૩ રૂપિયા થયું હતું.
બીજી બાજુ, આૅલા કેબમાં મુસાફરી કરતા લોકો ફરિયાદ કરે છે કે મંગળવારે આ અંતર માટે, તેમને બે થી અઢી ગણું ભાડું ચૂકવવું પડે છે. જા કે, ઓલાના પ્રતિનિધિઓ આ બાબતે કંઈ પણ કહેવાનો ઇનકાર કરે છે.

(જી.એન.એસ)

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY