ન્યુ દિલ્હી,તા.૧૭
જીએસટી હેઠળ ગત નાણાકીય વર્ષ માટે સેંકડો કરોડ રૂપિયાની ઇનપુટ ટેક્સ ક્રેડિટથી કંપનીઓને હાથ ધોવા પડે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. જા કંપનીઓ પોતાના ક્લેઇમના સપોર્ટમાં વેન્ડર્સના રિટર્ન ઉપલબ્ધ નહીં કરાવે તો તેમને આ રકમ મળશે નહીં.
ક્લેઇમ ફાઇલ કરવાની સમયમર્યાદા ૨૦ ઓક્ટોબર છે, જ્યારે વેન્ડર્સ પોતાનું સેલ્સ રિટર્ન ૩૧ ઓક્ટોબર સુધી ફાઇલ કરી શકે છે. તેને લઇને એવી સ્થિતિ બની શકે છે કે વેન્ડર્સનું રિટર્ન મેચ કરવા માટે ઉપલબ્ધ નહીં બને અને વેપારીઓને ઇનપુટ ક્રેડિટથી હાથ ધોવા પડે.
ઇન્ડસ્ટ્રી એસોસિયેશને જાકે સમયમર્યાદા લંબાવવાની સરકાર સમક્ષ માગણી કરી છે. એસોચેમ દ્વારા નાણાં મંત્રાલયને આપવામાં આવેલા આવેદનપત્રમાં જણાવાયું છે કે જીએસટીઆર-૩ બી ફાઇલ કરવાની કટ ઓફ ડેટના આધારે જા ટેક્સ ઓથોરિટી ઇનપુટ ટેક્સ ક્રેડિટ નહીં આપવાને વળગી રહેશે તો કરદાતાઓને ઇનપુટ ટેક્સ ક્રેડિટ મળી શકશે નહીં અને તેથી આ બાબતે યોગ્ય કાર્યવાહી કરવી જાઇએ.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



