વડોદરામાં ફાફડા-જલેબી વેચતા વેપારીઓને ત્યાં આરોગ્ય વિભાગના દરોડા

0
9

વડોદરા,તા.૧૭
દશેરાના પર્વ પહેલા વડોદરા શહેરમાં કપડાં ધોવાનો સોડા (કોસ્ટીક સોડા)નો ઉપયોગ કરીને ફાફડા અને જરૂરીયાત કરતા વધુ પ્રમાણમાં કલરનો ઉપયોગ કરીને બનાવવામાં આવેલી જલેબીનું ધૂમ વેચાણ શરૂ થઇ ગયું છે, ત્યારે કોર્પોરેશનની આરોગ્ય ટીમે શહેરીજનોને કોસ્ટીક સોડા વગરના અને વધુ કલર વિનાની જલેબી મળે તે માટે શહેરના વિવિધ વિસ્તારોમાં દરોડા પાડ્યા હતા.
દશેરાના દિવસે ફાફડા-જલેબી ખાવાની પંરપરા છે. વડોદરા શહેરમાં ઠેર-ઠેર ફરસાણની દુકાનો દ્વારા ફાફડા-જલેબી તૈયાર કરી દેવામાં આવ્યા છે. પ્રસંગોપાત ખાણી-પીણીનો વ્યવસાય કરનારાઓએ પણ માર્ગો ઉપર સ્ટોલ ઉભા કરીને ફાફડા-જલેબી બનાવીને વેચાણ શરૂ કરી દીધું છે. કોર્પોરેશનના આરોગ્ય વિભાગને ફાફડાને ચટાકેદાર બનાવવા માટે વેપારીઓ ફાફડામાં ખાવાનો સોડા નાંખવાને બદલે કોસ્ટીક સોડા (કપડાં ધોવાનો સોડા) નાંખે છે. તેજ રીતે જલેબીમાં પણ ૧૦ કિલો જલેબીમાં ૧ ગ્રામ કલર નાંખવાને બદલે વેપારીઓ ૧ ગ્રામથી વધુ કલરનો નાંખે છે. તેવી માહિતી મળી હતી. જે માહિતીના આધારે કોર્પોરેશનના આરોગ્ય વિભાગની ૬ ટીમોએ આજે શહેરના વિવિધ વિસ્તારોમાં ફરસાણની દુકાનો તેમજ માર્ગો ઉપર શરૂ થયેલા ફાફડા-જલેબીના સ્ટોલ ઉપર દરોડા પાડી ચેકિંગ હાથ ધર્યું હતું.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY