ન્યુ દિલ્હી,તા.૨૨
૧ એપ્રિલથી જીએસટીમાં ઇ-વે બિલનો અમલ શરૂ થઇ ગયો છે, પરંતુ અધિકારીઓ દ્વારા ઇ-વે બિલનો જાહુકમી અને મનમાની રીતે નિયમનો દુરુપયોગ કરવામાં આવી રહ્યો છે. સરકાર દ્વારા ટ્રાન્સપોર્ટરોને રાહત મળે તે રીતે પગલાં લેવામાં આવ્યાં છે, જેમાં હવે એક રાજ્યમાં કોઇ એક ટ્રકની માત્ર એક જ વાર અધિકારીઓ દ્વારા તપાસ કરી શકાશે.
જા કોઇ ટ્રકમાં માલસામાન છે, પરંતુ ઇ-વે બિલ નથી. તો અધિકારી દ્વારા સામાન જપ્ત નહીં કરી શકાય. અધિકારીએ ત્રણ દિવસની અંદર તપાસ રિપોર્ટ અપલોડ કરવાનો રહેશે, જેમાં વચ્ચે રજાના દિવસો પણ કેમ ન હોય.
સેન્ટ્રલ બોર્ડ ઓફ ઇનડાયરેક્ટ ટેક્સિસ એન્ડ કસ્ટમ્સના જણાવ્યા પ્રમાણે રાજ્યમાં પ્રવેશ કરતી વખતે અથવા રાજ્યની અંદર માત્ર એક જ વાર ટ્રકની તપાસ થઇ શકશે. જ્યાં સુધી ટેક્સની ચોરીની કોઇ ખાસ સૂચના ન હોય ત્યાં સુધી અધિકારી દ્વારા કોઇ સખ્ત એક્શન લઇ શકાશે નહીં.
કોઇ એક ટ્રકમાં જુદા જુદા ૨૫ કન્સાઇન્મેન્ટ-ચીજવસ્તુ હોય, પરંતુ તેની સામે માત્ર ૨૦ના જ ઈ-વે બિલ હોય તો પાંચ કન્સાઇન્મેન્ટ માટે આખી ટ્રક જપ્ત નહીં કરી શકાય.
અધિકારી ઈ-વે બિલ નહીં હોય તો ફોર્મ એમઓવી-૦૧માં નિવેદન નોંધશે. ત્યાર બાદ એમઓવી-૦૨ની ફિઝિકલ તપાસ કરશે અને ૨૪ કલાકની અંદર ઈડબ્લ્યુબી-૦૩ પાર્ટ-એ અપલોડ કરવું પડશે. ત્રણ દિવસની અંદર ફિઝિકલ તપાસનો રિપોર્ટ ઇડબ્લ્યુબી-૦૩ પાર્ટ-બીમાં અપલોડ કરવાનું રહેશે.
(જી.એન.એસ)
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



