વડાપ્રધાનની હાજરીમાં ટેક્સટાઇલ કર્મચારીએ જીએસટીનો વિરોધ કર્યો

0
308

મહેન્દ્ર જૈને કહ્યું કે, નોકરિયાત લોકોને ઇન્કમટેક્સ સાથે જીએસટી લાગતો હોય બજેટ ખોરવાયું

રન ફોર ન્યુ ઇન્ડિયાની મેરેથોન વડાપ્રધાનની હાજરીમાં સુરતના લાલભાઇ કોન્ટ્રાકટર સ્ટેડિયમ પર યોજાઇ ત્યારે મેરેથોનમાં ભાગ લેનાર છ કર્મચારીઓ જીએસટીનો વિરોધ કરતા નજરે પડયા હતા. ટેકસટાઇલ યુનિટ સાથે કામ કરતા કર્મચારીઓએ વાળ પર જીએસટી લખાવી મોદી સરકાર દ્વારા જ લાદવામાં આવેલા જીએસટીનો વિરોધ કર્યો હતો. જેને પગલે લોકોમાં  કુતૂહલ જોવા મળ્યું હતું. વિરોધ કરનારા મહેન્દ્ર જૈને જીએસટી અંગે કહ્યું કે, અમે મોદી સાહેબને  એટલી વિનંતી કરીએ છીએ કે, રીક્ષાવાળાથી માંડીને ઉદ્યોગપતિઓની મુશ્કેલી વધારી દીધી છે. આ  ઉપરાંત નોકરીયાતો માટે પણ જીએસટી મુશ્કેલીરૃપ બની ગયા છે. અમારા  જેવા લોકો નોકરી કરે છે. તેઓનાં પગારમાં ઇન્કમટેક્સ કપાઇ જાય છે. ત્યારબાદ અમે જે વસ્તુની ખરીદી કરીએ છીએ તેમાંથી મોટાભાગની વસ્તુ પર જીએસટી લાગે છે. નોકરીયાત લોકોને ઇન્કમટેક્સ સાથે જીએસટી પણ લાગતો હોવાથી લોકોના બજેટ ખોરવાઇ રહ્યાં છે. હજી છ માસ માટે જીએસટી લાગુ ડે તો અમારા સહિત અનેક લોકોની મુશ્કેલી વધી શકે છે. જૈન સાથે આવેલા અન્ય લોકો કહે છે અહીં વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવે છે, તેથી અમે જીએસટીનો વિરોધ કરીને તેમને વિનંતી કરીને જીએસટીનો કાયદો બંધ કરવો જોઇએ તેમ કહીએ છીએ.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY