ચીનઃ ગ્વાંગઝોઉ બાયુન આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ૫-જી બેઝ સ્ટેશન શરુ કરાયુ

0
6

આ દેશનું પહેલું પ-જી સુવિધાવાળું એરપોર્ટ બન્યુ
ગુઆંગડોંગ,તા.૨૮
દક્ષિણ ચીનના ગુઆંગડોંગ પ્રાંતમાં ગ્વાંગઝોઉ બાયુન આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ૫ય્ બેઝ સ્ટેશન શરૂ કરવામાં આવ્યું છે. એની સાથે એ દેશનું પહેલું ૫ય્ સુવિધાવાળું એરપોર્ટ બની ગયું છે. આ નેટવર્કની ઝડપ વર્તમાન ૪G નેટવર્કથી ૫૦ ગણી વધુ તેજ છે, જે ૧.૧૪ ગિગાબાઇટ પ્રતિ સેકન્ડ સુધી પહોંચી શકે છે. આ બેઝ સ્ટેશનનું નિર્માણ ચીનમાં યુનિકોમના ગ્વાંગઝોઉ શાખાએ કર્યું હતું. ગ્વાંગઝોઉ બાયુન દક્ષિણ ચીનનું એક મહત્વનું એરપોર્ટ છે, જ્યાં ૯૦થી વધુ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય જગ્યાએથી વિમાનોની અવરજવર છે.
ચીનમાં આશરે ૧.૮ અબજ મોબાઇલ ફોન વપરાશકર્તાઓ છે અને અહીંની હાઇ સ્પીડ ૫ય્ નેટવર્ક એક સેકન્ડમાં ૨૦ ગીગાબાઇટ સુધીની સ્પીડ પકડી લે છે, જે હાલની સ્પીડ ૧ GBPSથી વધુ છે. ચીન ૨૦૨૫ સુધીમાં વિશ્વનું સૌથી મોટું ૫G બજાર બની જશે. હાલમાં ચીનમાં ૪૩ કરોડ ૫G કનેક્શનવાળા યૂઝર્સ છે, એમ અહેવાલ કહે છે.
સરકાર ભારતમાં ૫G સેવા શરૂ કરવા માટે ૩૩૦૦-૩૬૦૦ સ્રડ યુનિટની હરાજી યોજશે. સરકારે સપ્ટેમ્બરમાં નવી ટેલિકોમ નીતિ નેશનલ ડિજિટલ કોમ્યુનિકેશન પોલિસી (એનડીસીપી ૨૦૧૮)ને એને મંજૂરી આપી દીધી હતી. જેથી આ ક્ષેત્રમાં ૧૦૦ અબજ ડોલરનું મૂડીરોકાણ થવાની શક્યતા છે. આ નીતિ હેઠળ સરકાર બધી ગ્રામપંચાયતોને ૨૦૨૨ સુધીમાં ૧૦ GBPSની ઇન્ટનેટ સ્પીડ આપવાની વાત કરવામાં આવી હતી.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY