લખનઉ,તા.૨૮
મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સમૂહ લગ્ન યોજના હેઠળ હવે ૫૧ હજાર રૂપિયા આપવાની ઘોષણા કરી છે. પહેલા ૩૫ હજાર રૂપિયા અપાતા હતા. પ્રજાસત્તાક દિનનાં મોકા પર તેઓએ કહ્યું કે ગરીબો અને વંચિતો તેમના હક મળવા એ બંધારણની આત્માનું સન્માન છે. યોગીએ કહ્યું કે કન્યાદાન કરવું એ પવિત્ર વસ્તુ છે. રાજ્ય સરકારે ૨૦૧૭-૨૦૧૮માં ગરીબ પરિવારની કન્યા માટે સમૂહ લગ્ન યોજના શરૂ કરી હતી. આ યોજના હેઠળ ૩૫ હજાર રૂપિયા આપતા હતા, પરંતુ હવે તેને વધારીને ૫૧ હજાર રૂપિયા કરવામાં આવ્યા છે.
૯ ફેબ્રુઆરી સુધી સમગ્ર પ્રદેશમાં ૧૦ હજાર જાડીઓનાં સમૂહ લગ્ન સમારંભનું આયોજન કરાશે. તેમણે જણાવ્યું હતું કે વૃદ્ધજનોને પેન્શન આપવા માટે સરકાર ખાસ અભિયાન ચલાવી રહ્યું છે. વિશેષ અભિયાન પછી પાત્ર વયજૂથની સંખ્યા ૪૬ લાખ થઈ જશે જે અત્યારે ૩૭ લાખ છે. પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ પણ સરકારે ૧૮ લાખ ગરીબ કુટુંબોને ઘર ઉપલબ્ધ કરાવ્યાં છે. એ જ રીતે સરકાર દ્વારા સ્વચ્છ ભારત મિશનમાં ૨.૬૦ કરોડ કુટુંબોને શૌચાલય અને સૌભાગ્ય યોજના હેઠળ ૯૪ લાખ પરિવારોને મફત વિજળી કનેક્શન આપવામાં આવ્યું છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



