આસામની રાજ્ય સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય
ગૌહાટી,તા.૨૦
આસામની રાજ્ય સરકારે ચાના બગીચાઓના કામ કરનાર ૭ લાખથી વધું શ્રમિકોના બેંક ખાતાઓમાં અઢી હજાર રૂપિયા જમા કરવાના નિર્ણયની જાહેરાત કરી. સરકારે બજેટ ૨૦૧૭-૧૮માં એવા ખાતાઓમાં પ્રોત્સાહનના રૂપમાં ૫૦૦૦ રૂપિયા જમા કરાવવાની જાહેરાત કરી હતી. તે તેમનો બીજા હપ્તો છે. આ રકમ તે ખાતાઓમાં જમા કરાવવામાં આવશે જે બે વર્ષ પહેલાં નોટબંધી બાદ પહેલાં ખોલવામાં આવ્યા છે.
અસમ સરકારે પહેલા તબક્કામાં ૨૬ જિલ્લાઓમાં ૭૫૨ બગીચાઓના ૭,૨૧,૪૮૫ મજૂરોના ખાતાઓમાં ૨૫૦૦ રૂપિયા જમા કરાવ્યા હતા. પહેલા તબક્કામાં આ યોજના પર ૧૮૨ કરોડ રૂપિયા ખર્ચ થયા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ૮ નવેમ્બર ૨૦૧૬ ના રોજ તે સમયે ચલણમાં ૧૦૦૦ અને ૫૦૦ ની નોટોને ચલણમાં દૂર કરવાની જાહેરાત કરી હતી.
અસમના નાણા પ્રધાન હેમંત વિશ્વ શર્માએ કહ્યું કે ‘સરકારે આ યોજનાના બીજા ભાગને જાહેર કરવાના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે. બધાં લાભાર્થીઓને તેમના બેંક એકાઉન્ટમાં ૧૨ જાન્યુઆરી ૨૦૧૯ સુધી બીજા હપ્તાની રકમ મળી જશે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




