ન્યુ દિલ્હી,તા.૧૫
વાહનની સાથે તેનો વીમો ખરીદવો પણ જરૂરી હોય છે. અત્યાર સુધી નિયમ હતો કે પર્સનલ એક્સીડેન્ટ કવર (સીપીએ) દરેક વાહન સાથે લેવો પડતો હતો પરંતુ ઇન્શોયરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી (ઈરડા)એ નિયમમાં ફેરફાર કર્યો છે. નવા વર્ષથી આ નિયમ લાગુ પડી જશે.હવે જા તમારી પાસે પહેલાંથી જ એક વાહન છે તો તમારે સીપીએ બીજી વખત લેવાની જરૂર નથી. નવા નિયમથી લોકોને સીધો ૭૫૦ રૂપિયાનો ફાયદો થશે.
અત્યારે એક વાહન માલિકે પોતાના વાહન વીમાની સાથે ૭૫૦ રૂપિયાના ખર્ચે ૧૫ લાખ રૂપિયા સુધીનો ફરજિયાત પર્સનલ એક્સીડેન્ટ કવર ખરીદવું પડતું હતું. તેનાથી અનિવાર્ય રીતે પ્રત્યેક વાહન વીમા પોલિસી સાથે જ ખરીદવું પડતું હતું.
જા કે હવે ગ્રાહક પાસે અનેક વાહન છે તો તેણે વધારાના વાહનો માટે પર્સનલ એક્સીડેન્ટ ખરીદવાની જરૂર પડશે નહી જેથી તેના પ્રત્યેક વાહનદીઠ રૂ.૭૫૦ બચશે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



