ભારત રત્ન મુદ્દે અપશબ્ધ બોલવાના આરોપમાં ગાયક જુબીન ગર્ગ વિરુદ્ધ FIR

0
6

જુબીન ગર્ગે ભારત રત્ન મુદ્દે અભદ્ર ભાષાનો ઉપયોગ કર્યો,આૅડિયો ક્લિપ વાયરલ
ગૌહાટી,તા.૨૭
ભારતના સર્વોચ્ચ નાગરિક સન્માન ભારત રત્નને લઈ કથિત રીતે વાંધાજનક ભાષાનો ઉપયોય કરવાને લઈ આસામના પ્રસિદ્ધ ગાયક જુબીન ગર્ગની વિરુદ્ધ એફઆઈઆર નોંધવામાં આવી છે.
મૂળે, વોટ્‌સએપ પર એક ઓડિયો ક્લિપ વાયરલ થઈ રહી છે જેમાં કથિત રીતે જુબીન ગર્ગે ભારત રત્નને લઈ અસંસદીય ભાષાનો ઉપયોગ કર્યો. આ ઓડિયો ક્લિપમાં ગર્ગ કથિત રીતે પોતાનું નવું ગીત ‘પોલિટિક્સ ના કરિબો બંધૂ’ (રાજકારણ ન કરો દોસ્ત) ગીત બાદ ભારત રત્નને લઈ અપશબ્દ કહેતા સંભળાય છે.
તેને લઈને આસામના ભાજપ ખેડૂત મોરચાના પ્રદેશ ઉપાધ્યક્ષ સત્ય રંજન બોરાહે હોજઈ જિલ્લાના લંકા પોલીસ સ્ટેશનમાં શનિવારે (૨૬ જાન્યુઆરી) એફઆઈઆર નોંધવામાં આવી. બોરાહે ફેસબુક પર એક નિવેદનમાં લખ્યું છે, જુબીન ગર્ગથથી મને કોઈ અંગત પરેશાની નથી, પરંતુ તેનો વ્યવહાર આસામના સ્વસ્થ અને સભ્ય સામાજ માટે સ્વીકાર્ય નથી.
બોરાએ સાથોસાથ કહ્યું કે, જુબીન ગર્ગ એક સંસ્થાન છે. ઘણા લોકો તેના પ્રશંસક છે અને તેને ફોલો કરે છે. ભારત રત્નને બદનામ કરીને તેઓએ ડો. ભૂપેન હજારિકાનું પણ અપમાન કર્યું છે, જેમને લોકો આસામના અવાજ તરીકે જાણે છે અને તેમની ઉપર ગર્વ કરે છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY