પુલવામા,તા.૨૮
જમ્મુ-કાશ્મીરના પુલવામા જિલ્લામાં આતંકીઓ દ્વારા એક પોલીસ ઓફિસરનું અપહરણ કરાયાના સમાચાર છે. સ્થાનિક સૂત્રોના મતે આતંકીઓ દ્વારા પુલવામાના ત્રાલ વિસ્તારમાં એક સ્પેશ્યલ પોલીસ ઓફિસરનું તેમના ઘર પાસેથી જ અપહરણ કરાયું છે. જા કે પોલીસ કે અન્ય સુરક્ષા એજન્સીઓએ હજુ સુધી આ સંબંધમાં કોઇપણ સત્તાવાર નિવેદન આપ્યું નથી. જા કે બે મહિનામાં આ ચોથી એવી ઘટના છે કે આતંકીઓએ પોલીસકર્મીને નિશાન બનાવ્યા હોય.
મળતી માહિતી પ્રમાણે પોલીસ ઓફિસરના અપહરણની આ ઘટના શુક્રવાર મોડી રાત્રે પુલવામાના ત્રાલ વિસ્તારમાં થઇ છે. ત્રાલને હિઝબુલ મુઝાહિદ્દીનનો ગઢ માનવામાં આવી રહ્યો છે અને આ પહેલાં કેટલીય વખત આતંકીઓની વિરૂદ્ધ સેના અને પોલીસ કેટલાંય મોટા અભિયાન ચલાવી ચૂકયું છે. આ ઘટનાની માહિતી મળ્યા બાદ સુરક્ષા એજન્સીઓ હવે તેના સંબંધમાં બધી માહિતી એકત્ર કરવામાં લાગી ગયું છે. એસપીઓના અપહરણ પર પોલીસની તરફથી નિવેદન આપતા ડીજીપી એસપી વૈદ્યે કહ્યું કે અમે હજુ અપહરણની માહિતીની પુષ્ટિ કરી રહ્યાં છીએ અને પોલીસકર્મીના પરિવારે તેમના કોઇ સંબંધીઓના ઘરે હોવાની વાત કહી છે આથી આ મુદ્દે તપાસ ચાલી રહી છે.
આપને જણાવી દઇએ કે તાજેતરમાં જ જમ્મુ-કાશ્મીરના કોન્સ્ટેબલ સલીમ શાહનું દક્ષિણ કાશ્મીરના કુલગામ જિલ્લામાં મુતાલહામા વિસ્તારમાં આવેલ તેમના ઘરેથી અપહરણ કરાયું હતું. ત્યારબાદ ૨૧મી જુલાઇના રોજ તેમનો ગોળીઓથી વીંધેલ મૃતદેહ મળ્યો હતો.
આની પહેલાં ૬ જુલાઇના રોજ આતંકીઓએ શોપિયાંના કચડુરા વિસ્તારના રહેવાસી જમ્મુ-કાશ્મીરના પોલીસ કોન્સ્ટેબલ જાવેદ હામિદ ડારનું અપહરણ કરી હત્યા કરી દીધી હતી. તેમનો મૃતદેહ કુલગામના પરિવાનમાં સવારે સ્થાનિક લોકોને મળ્યો હતો. આની પહેલાં જૂન મહિનામાં આતંકીઓ દ્વારા સેનાના જવાન ઔરંગઝેબનું અપહરણ કર્યા બાદ બેરહેમીથી તેમની હત્યા કરી દેવાઇ હતી. સેનાની ૪૪ રાષ્ટ્રીય રાઇફલ્સ રેજિમેન્ટના જવાન ઔરંગઝેબનો મૃતદેહ પુલવામાના ગુસ્સુ ગામમાંથી મળ્યો હતો.
(જી.એન.એસ)
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




