બાપ્પા મોરિયા…. ગુજરાત-મહારાષ્ટ્ર સહિત દેશભરમાં ગણપતિ મહોત્સવની શરૂઆત

0
11

ગાંધીનગર,તા.૫
વિધ્નહર્તા, શુભકર્તા, રિદ્ધિ-સિદ્ધિના દાતા ભગવાન ગણપતિનો ભવ્ય ઉત્સવ આજે ગણેશ ચતુર્થીએ શરૂ થઈ ચૂક્્યો છે. માત્ર મહારાષ્ટ્ર જ નહિ પણ ગુજરાત સહિતના દેશનાં તમામ રાજ્યોમાં ભારે ભક્તિભાવ અને શ્રદ્ધાથી ગણેશ ચતુર્થીની ઉજવણી કરવામાં આવી રહી છે.
આજે વહેલી સવારથી વાતાવરણ ઢોલ-ત્રાંસાના નાદથી ગુંજી ઊઠ્યું હતું. ગણપતિ બાપ્પાની શાહી સવારી આવી પહોંચી હતી. લોકોએ ભારે ઉત્સાહ અને આનંદ સાથે ગણપતિને તેડવા ગયા હતા. મહારાષ્ટ્ર ઉપરાંત ગુજરાતમાં પણ અનેક ઘરોમાં આજે ભક્તિભાવ અને શ્રદ્ધાથી બાપ્પાની પઘરામણી કરવામાં આવી હતી. ગણપતિ બાપ્પા મોરિયા, બાપ્પા મોરિયા રે બાપ્પા મોરિયા અને એક, દો, તીન, ચાર…ગણપતિનો જયજયકાર સાથે ગણપતિને આવકારવામાં આવ્યા હતા. પછી બાપ્પાની નજર ઉતારીને તેમનું સ્થાપન કરી પૂજન અને આરતી કરવામાં આવ્યા હતા. એક તબ્ક્કે આખું વાતાવરણ ગણેશમય બની ગયું હતું.
મહારાષ્ટ્રમાં મુંબઈ ખાતે આવેલા સિદ્ધિ-વિનાયક મંદિરમાં આજે વહેલી સવારથી જ ભક્તોની ભીડ જાવા મળી હતી. વહેલી સવારે ભગવાનને પ્રક્ષાલન પછી પૂજન-વિધિ સાથે આરતી ઉતારવામાં આવી હતી.
મુંબઈના જાણીતા સિદ્ધિવિનાયક મંદિરમાં સવારની આરતી કરવામાં આવી હતી. ગણેશ ચતૂર્થીનું પાવન પર્વને લઈને સિદ્ધિવિનાયક મંદિરમાં ભાવિકોની ભારે ભીડ જામી છે.
આજે ગણેશ ચતૂર્થી હોવાથી સિદ્ધિ વિનાયક મંદિરમાં વિધ્નહર્તા વિશેષ શણગાર કરવામાં આવ્યો છે. આ ઉપરાંત આજે વિશેષ પૂજન અને અર્ચન પણ કરવામાં આવશે. સિદ્ધિવિનાયક મૂર્તિની વિશેષતા એ છે કે અહીં ગણપતિ બાપા લડ્ડૂની જગ્યાએ મોદક પકડી રાખયું છે. ગણપતિની મૂર્તિની બંને બાજુએ રિદ્ધી-સિદ્ધી માતાની મૂર્તિ છે. રિદ્ધી-સિદ્ધીને ધન અને વિદ્યાની દેવીઓ માનવામાં આવે છે.
ગણેશજીની સાથે રિદ્ધી-સિદ્ધીની મૂર્તિઓ અહીં બિરાજમાન હોવાથી જ આ મંદિરને સિદ્ધીવિનાયક મંદિર કહેવામાં આવે છે. મૂર્તિમાં ગજાનનની સૂંઢ જમણી બાજુની વળેલી છે, આમ જાઇએ તો વિનાયકની મૂર્તિમાં સૂંઢ ડાબી બાજુ તરફ વાળવામાં આવે છે, આ રીતે વિધ્નહર્તાની આ મૂર્તિ એમની રીતે જ ખૂબ જ અનોખી છે. આ મંદિરનું નિર્માણ ૧૯મી નવેમ્બર સન ૧૮૦૧માં ગુરૂવારના દિવસે થયું હતુ.
રાજકોટ,અમદાવાદ,સુરત,વડોદરા શહેરમાં ઠેર ઠેર ગણેશ સ્થાપન થઇ રહી છે ત્યારે ઢોલના તાલે રાજમાર્ગો પર લોકો ગરબાની રમઝટ બોલાવી રહ્યા છે. ફટાકડાની આતશબાજી તેમજ ડીજેના તાલે લોકો ગણેશ ઉત્સવને વધાવી રહ્યા છે.
આ સિવાય ગોંડલમાં પણ ગણેશ ઉત્સવને લઇને લોકોમાં અનેરો ઉત્સાહ જાવા મળી રહ્યો છે. શહેરના માર્ગો પર ગણેશજીની શાહી સવારી નિકળી રહી છે. ગણેશ સ્થાપન પૂર્વે ઢોલ-નગારાના તાલે ગણેશજીને વધાવવામાં આવ્યા હતા. જેમાં મોટી સંખ્યામાં લોકો જાડાયા હતા. તેમજ જેતપુર, જસદણ, વાંકાનેર, કોટડાસાંગાણી, વીરપુર, મોરબી સહિત તમામ શહેરો અને ગામડાઓ ગણપતિ બાપા મોરિયાના નાદથી ગુંજી ઉઠ્યા છે.
(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923 
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY