રાજકોટ,તા.૨૬
અઠવાડિયા પહેલા એક સગીરા પર દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ હતી. જેમાં મકાન માલિકના પુત્ર તેમજ મકાન માલિકના પુત્રના ફોઈના દીકરાએ ભાડુઆતની દીકરી પર અવાર નવાર દુષ્કર્મ ગુજારી ગર્ભ રાખી દીધી હતો. આ કિશોરીએ બાળકને જન્મ આપ્યો હતો. કિશોરી કુંવારી જ માતા બનતા તેના પરિવારજનો પર આભ ફાટ્યું છે. બીજી તરફ આરોપીઓ તરફ પણ ફિટકાર વરસી રહી છે.
આ કેસમાં પોલીસે આરોપીની ધરપકડ કરીને તેને જેલમાં ધકેલી દીધો હતો તેમજ તેનો ફઈનો દીકરો સગીર વયનો હોવાથી તેની ધરપકડ કરીને તેને બાળ સુધાર ગૃહમાં મોકલી આપ્યો હતો. ત્રણ દિવસ પૂર્વે બે બે હેવાનનો શિકાર બનેલી તરુણીને પ્રસવ પીડા ઉપડતા તેને હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. કિશોરીએ બાળકીને જન્મ આપ્યો છે.
દુષ્કર્મનો ભોગ બનનાર તરુણ રેલનગરની ઘનશ્યામ રેસિડેન્સીમાં તેના માતા-પિતા અને દાદી સાથે રહે છે. પરિવાર ભાડાના મકાનમાં રહેતો હોવાથી મકાન માલિકનો પુત્ર અવાર-નવાર ઘરે આવતો હતો. આ દરમિયાન મકાન માલિકના પુત્ર નિલેશ વિરસોરિયાએ ભાડુઆતની પુત્રી સાથે ફ્રેન્ડશીપ કરવાનો પ્રયાસ કર્યો હતો. જાકે, યુવતીએ ઇન્કાર કરી દેતા નિલેશે પોતાના હાથ પર બ્લેક મારીને તેને બ્લેકમેલ કરી હતી.
તરુણીએ ફ્રેન્ડશીપની હા પાડ્યા બાદ નિલેશ તેને બહાર મળવા માટે દબાણ કરતો હતો. જાકે, તરુણી બહાર મળવાનો ઇન્કાર કરતી રહી હતી. જાકે, આઠ મહિના પહેલા નિલેશ મરી જવાની ધમકી આપતા કિશોરી તેને મળવા પહોંચી હતી. આ સમયે નિલેશે એકલતાનો લાભ લઈને તરુણી પર દુષ્કર્મ ગુજાર્યું હતું. ત્યાર બાદ પણ તે અવારનવાર ધમકી આપીને તેણી પર દુષ્કર્મ ગુજારતો રહ્યો હતો.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



