સુરત : વન, આદિજાતિ વિકાસ મંત્રીશ્રી ગણપતસિંહ વસાવાના અધ્યક્ષસ્થાને ઓલપાડ તાલુકાના કીમ ખાતે ધી ઓલપાડ-સાયણ-કીમ- નાગરિક ધિરાણ સહકારી મંડળીની સ્થાપનાને ૫૦ વર્ષ પૂર્ણ થવાના અવસરે સુવર્ણ જયંતિ સમારોહ યોજાયો હતો.
શ્રી પી.કે. દેસાઈ વિદ્યાલયના પ્રાંગણમાં યોજાયેલા સમારોહના અધ્યક્ષસ્થાનેથી મંત્રીશ્રી ગણપતસિંહ વસાવાએ જણાવ્યું હતું કે, ઓલપાડ તાલુકાના નાના અને આર્થિક રીતે નબળા પરિવારો માટે ‘ધી ઓલપાડ-સાયણ-કીમ- નાગરિક ધિરાણ સહકારી મંડળી’ આશીર્વાદરૂપ બની છે. લોકાભિમુખ વહીવટ દ્વારા જરૂરતમંદ લોકોની નાણાંકીય જરૂરિયાતો સંતોષી આ મંડળીએ ઓલપાડ-સાયણ-કીમ સહિતના વિસ્તારોમાં પ્રતિષ્ઠાભર્યું સ્થાન મેળવ્યું છે. વર્ષ ૧૯૬૮માં બીજ રોપાયા બાદ ધી ઓલપાડ-સાયણ-કીમ- સહકારી મંડળી આજે વટવૃક્ષ બની સભાસદોની સેવા કરી રહી છે.
૩૭૩૭ સભાસદો અને ૧૩ કરોડના ધિરાણ દ્વારા સંસ્થાએ ગરિમાપૂર્ણ કામગીરી કરી હોવાનું જણાવી તેમણે મહિલાઓ ધિરાણના નાણાનો પરિવારની ઉન્નતિ માટે સુયોગ્ય ઉપયોગ કરતી હોવાથી મહિલાઓને વધુને વધુ પ્રમાણમાં મંડળીમાં જોડવાનો અનુરોધ કર્યો હતો. ગુજરાતનું સહકારી માળખું મજબૂત છે. દૂધ મંડળીઓ, સહકારી બેંકો, સુગર ફેક્ટરીઓ જેવા સહકારી એકમોએ રાજ્યના આર્થિક વિકાસમાં મહામૂલું યોગદાન આપ્યું છે એમ તેમણે ઉમેર્યું હતું. ૫૦ વર્ષ પૂર્ણ કરવાની ગૌરવભરી સિદ્ધિ મેળવવા બદલ મંડળીને શુભકામનાઓ પાઠવી ઉતરોત્તર પ્રગતિ કરે તેવી તેમણે અભિલાષા વ્યક્ત કરી હતી. શ્રી વસાવાએ કીમ વિસ્તારમાં રાજ્ય સરકાર દ્વારા કીમ રેલ્વે ઓવરબ્રિજ સહિત રોડ-રસ્તા, ગટર, સી.સી.રોડ જેવા હાથ ધરાયેલા વિકાસકાર્યોનો ચિતાર આપી આ વિસ્તારની કાયપલટ માટે રાજ્ય સરકારે સવિશેષ ધ્યાન આપ્યું હોવાનું ઉમેર્યું હતું. પૂર્વ મંત્રીશ્રી આત્મારામભાઈ પરમારે પ્રાસંગિક પ્રવચન કરતાં કીમ નગરને સહકારી પ્રવૃત્તિઓની તપોભૂમિ ગણાવ્યું હતું. તેમણે ગરીબ અને આર્થિક અસક્ષમ લોકોને પગભર કરવાની ભાવના ધરાવતી આ મંડળીને શુભકામનાઓ આપી હતી. પ્રારંભે મંડળીના પ્રમુખશ્રી અને બોર્ડ ઓફ ડિરેકટર શ્રી સન્મુખભાઈ ઢીંમરે સ્વાગત પ્રવચન કરી વર્ષ ૧૯૬૮ થી આજ દિન સુધીની મંડળીની કામગીરી, પ્રગતિ અને સભાસદોના હિતાર્થે લેવાયેલા નિર્ણયો-પગલાઓની જાણકારી આપી હતી. આ વેળાએ મંત્રીશ્રી અને મહાનુભાવોના હસ્તે મંડળીની સ્થાપનાને ૫૦ વર્ષ પૂર્ણ થવાના અવસરે તમામ સભાસદોને ચાંદીના સિક્કા ભેટ સ્વરૂપે અર્પણ કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે જિલ્લા ભાજ૫ પ્રમુખશ્રી દિલીપસિંહ રાઠોડ, જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના અધ્યક્ષ શ્રીમતી પદમાબેન પી. પટેલ, સુરત ડી.કો.ઓ.બેંકના મેનેજીંગ ડિરેક્ટર શ્રી ઈન્દ્રસિંહ મહીડા, કીમ એજયુકેશન સોસાયટીના પ્રમુખશ્રી દુર્લભભાઈ નાથુભાઈ પટેલ, સહકારી અગ્રણી શ્રી ભીખુભાઈ એન. પટેલ, કીમ સહકારી જીનના પ્રમુખશ્રી સુરેન્દ્રસિંહ દેવધરા, સરપંચશ્રી કરશનભાઈ ઢોડીયા સહિત મોટી સંખ્યામાં સભાસદો અને નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.
૦૦૦૦
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




