સુરત, તા. ૩૦
સમગ્ર દક્ષિણ ગુજરાતમાં ધીરે ધીરે તાપમાનનો પારો ઘટી રહ્ના છે. અને મળસ્કે ફુલગુલાબી ઠંડીનો અનુભવ થઈ રહ્ના છે. નવસારી અને વલસાડમાં શિયાળો જામવાની શરૂઆત થઈ ચૂકી છે. જ્યારે સુરતમાં દિવાળી બાદ ઠંડી જામે તેવી શક્યતા છે.
સુરત હવામાન વિભાગના સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ આજે સવારે ન્યૂનત્તમ તાપમાન ૨૨ ડિગ્રી નોંધાયું છે. હવામાં ભેજનું પ્રમાણ ૪૯ ટકા અને હવાનું દબાણ ૧૦૧૪.૨ મીલીબાર નોંધાયું છે. શહેરમાં સવારથી જ ઉત્તર દિશાથી કલાકના ૫ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ રહ્ના છે. પવનની દિશા ઉત્તર તરફના થતા ઠંડીમાં વધારો થવા લાગ્યો છે. દિવસ દરમિયાન તાપમાનમાં ૨ ડિગ્રીનો ઘટાડો નોંધાયો છે.
નવસારી હવામાન વિભાગના સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ આજે સવારે ન્યુનત્તમ તાપમાન ૧૪ ડિગ્રી નોંધાયું છે. નવસારી શહેર અને જિલ્લામાં અત્યારથી જ મળસકે ફુલગુલાબી ઠંડીનો અનુભવ થઈ રહ્ના છે. આગામી દિવસોમાં દક્ષિણ ગુજરાતમાં ઠંડી જામે તેવી શક્યતા હવામાન વિભાગ દ્વારા વ્યકત કરવામાં આવી છે.
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"






