સહારા દરવાજા શોપિંગ સેન્ટર પાસે સોડાની બોટલથી હુમલો
સુરત, તા.૧૫
સહારા દરવાજા એસએમસી શોપિંગ સેન્ટરના ગેટ પાસે સોડાની લારીવાળા પાસે ઉછીના નાણાં માંગવા ગયેલા એક વ્યક્તિને નાણાં આપવાની ના પાડતા તેણે સોડાની બોટલ તોડી નાંખી બોટલ તેના શરીર પર મારી ઈજાઅો પહોંચાડી ફરાર થઈ ગયો હોવાનો બનાવ જગદીશ પટેલ વિરૂદ્ધ મહિધરપુરા પોલીસ મથકે નોંધાયો હતો.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર ગોડાદરા આસપાસ દાદાના મંદિર િયંકા પાર્ક ખાતે અોમપ્રકાશ અચ્છેલાલ ગુપ્તા રહે છે. તેમની એક સોડાની લારી સહારા દરવાજા એસએમસી શોપિંગ સેન્ટરની બહાર આવેલી છે. સહારા દરવાજા પ્રેમગલી ખાતે રહેતાં જગદીશ ઉર્ફે જગો પટેલ ગત તા.૧૧મી નવેમ્બરના રોજ સોડાની લારી ચલાવતા અોમપ્રકાશ ગુપ્તા પાસે ઉછીના નાણાં લેવા ગયો હતો. પરંતુ તેમણે ઉછીના નાણાં આપવાની ના પાડતા ઉશ્કેરાઈ જઈ સોડાની બોટલ તોડી નાંખી બોટલ તેના જમણાં હાથમાં મારી લોહી લુહાણ કરી ફરાર થઈ ગયો હતો. ઈજાગ્રસ્ત સોડાની લારીવાળાને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેણે પોલીસ મથકમાં ફરિયાદ નોîધાવી હતી.
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



